દાહોદમાં હથિયાર સાથે લૂંટારુંઓ પહોંચી ગયા આંગડિયા પેઢીની અંદર, બંદૂકના નાળચે લૂંટ ચલાવી ફરાર પણ થઈ ગયા, CCTVમાં કેદ ઘટના

ધોળે દિવસે આંગડિયા પેઢીમાં ઘૂસીને બંદૂકના નાળચે લૂંટ, આંગડિયા પેઢીમાં હાજર કર્મચારી સાથે મારામારી પણ કરવામાં આવી, CCTV ફૂટેજમાં સમગ્ર ઘટના કેદ

દાહોદની એક આંગડિયા પેઢીમાં સનસનીખેજ લૂંટ થઈ છે. ધોળે દિવસે આંગડિયા પેઢીમાં ઘૂસીને બંદૂકના નાળચે લૂંટ કરવામાં આવી. જેના CCTV ફૂટેજ સામે આવ્યા છે. CCTVમાં જોઈ શકાય છે કે બે અજાણ્યા શખ્સો આંગડિયા પેઢીમાં ઉભા છે. ત્યારબાદ એક શખ્સ પોતાની બેગ ટેબલ પર મૂકે છે. અને તરત જ આંગડિયા પેઢીમાં હાજર વ્યક્તિ સામે પિસ્તોલ તાકે છે. તે સ્વબચાવ કરવા જાય છે. પરંતુ બીજો શખ્સ ટેબલ પર ચડી જાય છે. અને આંગડિયા પેઢીમાં હાજર કર્મચારી સાથે મારામારી કરે છે. ત્યારબાદ આ બંને શખ્સો લૂંટ ચલાવીને સીડીઓથી નીચે ઉતરી જાય છે અને ફરાર થઈ જાય છે.

READ  CM Anandiben Patel calls high-level meet to discuss state's security - Tv9 Gujarati

આ પણ વાંચોઃ રાજ્યમાં પાણીના વપરાશનો રિપોર્ટઃ જાણીને ચોંકી જશો કે આ શહેર સૌથી વધુ પાણીનો ઉપયોગ કરે છે, 2 જિલ્લાઓમાં સૌથી ઓછું છે વપરાશ

 

ઘટનાને લઈ આસપાસની આંગડિયા પેઢીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. તો બીજી તરફ ધોળે દિવસે લૂંટ થતાં પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે લોકો ખુલ્લેઆમ બંદૂક લઈને ફરી રહ્યા છે, તો પછી પોલીસ શું કરી રહી છે.

READ  ભારતના સંરક્ષણ હથિયાર જોઈ ગભરાયુ પાકિસ્તાન, વિશ્વના દેશો પાસે માગી રહ્યું છે મદદ.

10 gates of Narmada dam opened after water level reached to 133.32 meters | Tv9GujaratiNews

FB Comments