અમેરિકાના હ્યુસ્ટનમાં ‘Howdy Modi’નામનો કાર્યક્રમ, જાણો ‘Howdy’નો શું અર્થ થાય છે

PM મોદી આગામી 27 સપ્ટેમ્બરમાં અમેરિકાના પ્રવાસે છે. PM મોદી અમેરિકામાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાગ લેશે. પરંતુ આ પહેલા PM મોદીજી હ્યુસ્ટન જશે. અહીંયા PM મોદી માટે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. Howdy Modi નામના આ કાર્યક્રમ માટે 50 હજાર લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

આ કાર્યક્રમમાં PM મોદી ભારતીય સમુદાય સહિત રાજનૈતિક અને સમૂદાયના નેતાઓને સંબોધન કરશે. હ્યુસ્ટન અમેરિકાનું ચોથું મોટું શહેર છે. જ્યાં 1,30 હજારથી વધુ ભારતીય મૂળના લોકો વસે છે. હાઉડી શબ્દનો ઉપયોગ દક્ષિણ અને પશ્ચિમ અમેરિકામાં સામાન્ય રીતે મિત્રોની મુલાકાત સમયે ઉપયોગ કરાતો શબ્દ છે. જેનો મતલબ છે તમે કેમ છો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  જૂનાગઢઃ ગરવા ગિરનારની ગોદમાં ભવનાથ મહાદેવના પાવન સાંનિધ્યમાં મહાશિવરાત્રીનો મહાપર્વ

હ્યુસ્ટનમાં PM મોદીના આ કાર્યક્રમનું આયોજન ટીઆઈએફ નામની કંપની દ્વારા કરાયું છે. અને આ મહા કાર્યક્રમનું આયોજન હ્યુસ્ટનના NRG સ્ટેડિયમમાં થશે. આયોજકોના હિસાબ પ્રમાણે PMને સાંભળવા 50 હજારથી વધુ લોકો રજિસ્ટ્રેશન કરાવશે. અમેરિકામાં કોઈપણ ભારતીય પ્રધાનમંત્રી માટે આ સૌથી મોટો કાર્યક્રમ હશે. આ કાર્યક્રમની થીમ સાઝા સપના અને ઉજવળ ભવિષ્ય છે.

READ  અટલ બિહારી વાજપેયીની જન્મજયંતી નિમિત્તે PM મોદી દ્વારા બે યોજના લોન્ચ, જાણો ગુજરાતને શું થશે ફાયદો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

2014માં પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદીનું અમેરિકામાં આ ત્રીજુ સૌથી મોટું ભાષણ છે. 2014માં ન્યૂયોર્કમાં મેડિસન સ્કાયર ગાર્ડન અને 2016માં સિલિકોન વેલીમાં કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં 20 હજારથી વધુ લોકો જોડાયા હતા.

READ  VIDEO: નડિયાદમાં 8 વર્ષની બાળકીનું ગરનાળામાં ડૂબી જતાં મોત, અન્ય 2 બાળકોને સ્થાનિકોએ બચાવ્યા

 

Oops, something went wrong.
FB Comments