સોનાના ભાવ 6 વર્ષમાં સૌથી વધુ જાણો કેટલો છે હાલનો ભાવ

દિલ્હી સારાફા બજારમાં સોમવારે જવેલર્સની માંગ વધતા સોનાનો ભાવ 6 વર્ષમાં સૌથી વધારે પહોંચી ગયો છે.

સોમવારે સોનાનો ભાવ 340 રૂપિયા વધીને 34,450 પ્રતિ 10 ગ્રામ થઈ ગયા. ઓલ ઈન્ડિયા સરાફા એસોસિયેશન મુજબ સોનાના ભાવમાં આ તેજી લોકલ જવેલર્સની તરફથી વધેલ માંગના કારણે આવી છે. પણ ઔદ્યોગિક એકમો તથા સિક્કા ઉત્પાદકોની ઓછી માંગથી ચાંદીનો ભાવ 130 રૂપિયા તુટી 41530 રૂપિયા કિલો હતો.

રાજધાની દિલ્હીમાં 99.9% શુધ્ધતાવાળા સોનાનો ભાવ 340 રૂપિયા વધીને 34,450 રૂપિયા તથા 34,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો. ચાંદીનો ભાવ 130 રૂપિયા ઘટીને 41,530 રૂપિયા પ્રતિ કીલો અને બીજી બાજુ ચાંદીના સિક્કાનો ભાવ 80,000 રૂપિયા હતો.

આ પણ વાંચો : શું હાર્દિક પટેલની પત્ની કિંજલ પટેલ પણ કરશે રાજકારણમાં પ્રવેશ ? હાર્દિકે કર્યો શું ખુલાસો

વેપારીઓ મુજબ જવેલર્સની વધેલ માંગને કારણે ભાવ વધ્યો છે. વૈશ્વિક સ્તરે ન્યૂર્યોકમાં સોનાની કિંમત 1312.20 ડોલર હતી જ્યારે ચાંદીની કિંમત 15.83 ડોલર રહી હતી.

[yop_poll id=”1188″]

FB Comments

TV9 Webdesk 9

Read Previous

વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદના વિમાનમાં લાગશે 1360 કરોડ રુપિયાની એક એવી વસ્તુ જેને તોડવાની તાકાત દૂનિયાના કોઈ દેશમાં નથી!

Read Next

મુંબઈ એરપોર્ટ પર મેગા બ્લૉક !, મુંબઈથી વિમાન મારફતે આવવું-જવું 20 થી 50 ટકા મોંઘું થયું

WhatsApp chat