ગુજરાતમાં 24 કલાકમાં નવા 510 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, 34 દર્દીના મોત, જાણો જિલ્લા મુજબ વિગત

In last 24 hours, 510 coronavirus cases reported in Gujarat, 34 died

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 510 પોઝિટિવ કેસ નોંધાયા છે.  જ્યારે 370 દર્દીને સ્વસ્થ થયા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં કોરોના વાઈરસના કારણે 34 દર્દીના મોત થયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો  :  દેશમાં પ્રથમ વખત સૌથી વધુ 5991 દર્દી થયા સ્વસ્થ, 24 કલાકમાં નવા 9985 કેસ નોંધાયા

READ  VIDEO: સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસે વર્તાવ્યો કાળો કેર, એક જ દિવસમાં કોરોનાના 1 લાખથી વધુ કેસ નોંધાયા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ક્યાં ક્યાં જિલ્લામાં નોંધાયા કોરોના વાઈરસના નવા પોઝિટિવ કેસ? 

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં નવા 510 પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદમાં 343 કેસ, સુરતમાં 73 કેસ, વડોદરામાં 35 કેસ, ભાવનગરમાં 8 કેસ. ખેડામાં 6 કેસ, રાજકોટમાં 5 કેસ નોંધાયા છે.  જ્યાં કોરોના વાઈરસના 4 પોઝિટિવ કેસ નોંંધાયા હોય એવા જિલ્લામાં મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, આણંદ અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે. જ્યાં કોરોના વાઈરસના 2 પોઝિટિવ કેસ નોંધાયા છે એવા જિલ્લામાં ગાંધીનગર, કચ્છ, જામનગર, મોરબી, ભરુચ, જુનાગઢ, મોરબી અને પોરબંદરનો સમાવેશ થાય છે.  પાટણ, પંચમહાલ અને છોટા ઉદેપુરમાં 1-1 કેસ નોંધાયા છે.  જ્યારે અન્ય રાજ્યમાં કોરોના વાઈરસનમા 3 કેસ નોંધાયા છે.

READ  દરેક સીઝનમાં રહેવું છે ફિટ? અપનાવો આ 6 ટીપ્સ! જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments