ગુજરાતમાં કોરોનાનો કેર યથાવત, 24 કલાકમાં નોંધાયા 783 પોઝિટિવ કેસ

In last 24 hours, 783 tested positive for coronavirus in Gujarat today, 569 recovered
તસ્વીર પ્રતિકાત્મક છે.

ગુજરાતમાં કોરોના વાઈરસ કાળો કેર વર્તાવી રહ્યો છે અને દરરોજ પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં 783 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.  જ્યારે આ જ સમયગાળામાં સ્વસ્થ થયા બાદ 569 દર્દીને રજા આપવામાં આવી છે. કોરોના વાઈરસના લીધે છેલ્લાં 24 કલાકમાં 16 લોકોના મોત નીપજ્યાં છે.  ગુજરાતમાં કોરોના વાઈરસ સામેની લડાઈમાં અત્યારસુધીમાં કુલ 4,33,864 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  NRI Federation donates $11,000 to fight dengue fever, New York - Tv9 Gujarati

આ પણ વાંચો :  VIDEO : દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદને લીધે મુશ્કેલી, ગ્રામ્ય વિસ્તારોમાં ભરાયા પાણી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ગુજરાતમાં કોરોના વાઈરસથી 1,995 લોકોએ ગુમાવ્યો જીવ

ગુજરાતમાં કોરોના વાઈરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે.  છેલ્લાં 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 783 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.  કોરોના વાઈરસની સારવાર લઈ રહ્યાં હોય એવા દર્દીની સંખ્યા 9,111 થઈ ગઈ છે.  આ એક્ટિવ કેસમાં 67 લોકોને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે જ્યારે 9,044 લોકોની તબિયત સ્થિર છે. કોરોના વાઈરસના સંક્રમણમાંથી મુક્ત થયા બાદ રાજ્યમાં કુલ 27,313  લોકોને રજા આપવામાં આવી છે. કોરોના વાઈરસના લીધે રાજ્યમાં અત્યારસુધીમાં 1,995 લોકોએ જીવ ગુમાવ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  પંચમહાલ: લૉકડાઉન દરમિયાન ગ્રામજનો પાસેથી GRDનો જવાન રૂપિયા લેતો VIDEO વાઈરલ

 

ગુજરાતના અલગ અલગ જિલ્લામાં 2,89,051 લોકો ક્વોરન્ટાઈન 

છેલ્લાં 24 કલાકના સ્વાસ્થ્ય વિભાગના આંકડા મુજબ ગુજરાતના અલગ અલગ જિલ્લામાં 2,89,051 લોકોને ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે. જેમાં 3,344 લોકોને ફેસિલીટી ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે. છેલ્લાં 24 કલાકની વાત કરીએ સુરતમાં સૌથી વધારે 273 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદ જિલ્લામાં કોરોનાના સંક્રમણમાં ઘટાડો થયો છે અને છેલ્લાં 24 કલાકમાં 156 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.

READ  અમદાવાદ: 20 દિવસ સુધી સુભાષબ્રિજ રહેશે બંધ, આ રસ્તાનો કરી શકશો ઉપયોગ

FB Comments