કમલનાથ સરકારની સ્કીમ! શૌચાલયની સાથે સેલ્ફી મોકલ્યા બાદ જ મળશે લગ્ન માટે 51 હજાર રુપિયા

મધ્યપ્રદેશની કમલનાથ સરકારે આર્થિક રીતે નબળા લોકો માટે મુખ્યા કન્યા વિવાહ/નિકાહ સ્કીમ શરુ કરી છે. પહેલાં સ્કીમ હેઠળ 28 હજાર રુપિયાની રકમ આપવામાં આવતી તો ત્યારે હવે આ રકમ વધારીને 51 હજાર કરી દેવાઈ છે. જેના લીધે બીપીએલ કેટેગરીમાં આવતા લોકો મોટી સંખ્યામાં આ સ્કીમનો લાભ લઈ રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  ગુજરાત મોડેલના ગાંધીનગર શહેરમાં પણ રસ્તાઓ બિસ્માર, મેયરનો કોન્ટ્રાક્ટર પર આરોપ, જુઓ VIDEO

મધ્યપ્રદેશમાં લગ્ન પહેલાં એવું પ્રી-વેડિંગ ફોટોશૂટ સરકાર દ્વારા કરાવવામાં આવી રહ્યું છે જેના દ્વારા સાબિત થશે કે તમારા ઘરમાં ટોયલેટ છે કે નહીં. જો આ દુલ્હન-દુલ્હનને ટોયલેટની સાથે સેલ્ફી લઈને મોકલવાની રહેશે જો આવું નહીં કરવામાં આવે તો 51 હજાર રુપિયા મળશે નહીં.

READ  ઈન્દીરા ગાંધીએ દેશમાં લાદેલી ઈમરજન્સીના 44 વર્ષ પૂર્ણ, જાણો કટોકટી સાથે સંકળાયેલી 13 મહત્વની વાતો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ સ્કીમ માટે એક ફોર્મ ભરવાનું રહે છે અને બાદમાં સેલ્ફી લઈને તે ફોર્મની સાથે જમા કરાવવાની રહે છે. સરકારી અધિકારી દરેક ઘરે જઈને તપાસ કરી શકે તેમ નથી જેના લીધે આ માગણી કરવામાં આવી છે કે ફોટો સાથે જોડવામાં આવે. જો આ ફોટો ન જોડવામાં આવે તો 51 હજારની રકમ મળી શકે તેમ નથી.

READ  ગુજરાતી ફિલ્મ અભિનેતા વિક્રમ ઠાકોર ભાજપમાં જોડાય તેવી અટકળો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ સ્કીમ નબળા વર્ગના લોકો માટે છે જે મધ્યપ્રદેશમાં લાગુ કરવામાં આવી છે. થયું એવું કે સ્કીમની રાશી 28 હજારથી 51 હજાર કરવામાં આવી તો વધારે લોકો સ્કીમનો લાભ લેવા લાગ્યા. જેના લીધે અધિકારીઓએ ઘરે જઈને એ નક્કી કરવું મુશ્કેલ બની ગયું કે ટોયલેટ છે કે નહીં? આમ કમલનાથ સરકારે ટોયલેટ સાથે સેલ્ફી પાડી મોકલવાનું નક્કી કર્યું. સેલ્ફી મોકલો અને સરકારી સહાયના 51 હજાર મેળવો.

READ  VS હોસ્પિટલની બેદરકારીથી મૃતદેહ અદલા-બદલીનો કેસઃ નસરીનના દફન કરાયેલા મૃતદેહને પરત કાઢવામાં આવ્યો, મિત્તલ સમજીને કરાઈ હતી દફનવિધિ

 

Oops, something went wrong.
FB Comments