12 ખેડૂતોની સામે પ્રતિબંધિત બીજની વાવણી કરવા પર કેસ દાખલ

પ્રતિકાત્મક તસવીર

પ્રતિબંધીત હર્બિસાઈડ-ટોલેરન્ટ બીટી (HTBT) કપાસના બીજની વાવાણીના આરોપમાં મહારાષ્ટ્રના અકોલા જિલ્લાના લગભગ 12 ખેડૂતોની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. આનુવાંશિક રીતે જેનેટિકલી મોડિફાઈડ અને બેસિલસ થૂરિગિએનસિસ કપાસ અને રીંગણના બીજનો ઉપયોગ કરવા પર કેસ દાખલ કરવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારના પ્રતિબંધની વિરૂધ્ધ કૃષિ સંગઠન દ્વારા આયોજીત વિરોધ પ્રદર્શન હેઠળ અડગાંવ અને અકોલી જહાંગીર ગામમાં ખેડૂતોએ તેમના ખેતરમાં બીજ વાવ્યા હતા. પ્રતિકાત્મક વિરોધ પ્રદર્શન તરીકે પૂર્વ મહારાષ્ટ્રના અકોલા જિલ્લામાં 10 જૂને ઘણાં ખેડૂતોએ કપાસ અને રીંગણના બીજ વાવ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  પશ્ચિમ બંગાળમાં હેલિકોપ્ટર સાથે અમિત શાહ રેલીમાં પહોંચવા માગતા હતા અને મમતા બેનર્જીએ રોક લગાવી

સંગઠનને જી.એમ પાક પ્રતિબંધનો વિરોધ કરતા દાવો કર્યો કે તેનાથી ઓછા ખર્ચમાં વધારે પેદાશ થાય છે અને ખેડૂતોને ફાયદો થાય છે. હિવારખેડ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે કૃષિ વિભાગની ફરિયાદના આધારે હિવારખેડ અને અકોટ પોલીસ સ્ટેશનમાં 2 પ્રાથમિક ફરિયાદ દાખલ કરી છે. જે લોકો પર કેસ દાખલ કરવામાં આવ્યા છે. તેમાં સંગઠનના પ્રવક્તા લલિત બહાલે પણ સામેલ છે.

READ  આજનું રાશિફળ: આ રાશિના જાતકોને માનસિક ચિંતાનો બોજ રહેશે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ પણ વાંચો: વિશ્વ કપમાં એક પણ મેચ નહી હારનારી ભારતીય ટીમ આજે ટકરાશે વેસ્ટ ઈન્ડીઝ સામે, વિરાટ કોહલી વધુ એક રેકોર્ડ બનાવવા માટે તૈયાર

 

ભારતીય દંડ સંહિતાની કલમો અને પર્યાવરણ સંરક્ષણ કાયદો અને બીજ કાયદા હેઠળ ખેડૂતોની વિરૂધ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. દેશમાં જી.એમ. પાક પ્રયોગ પર્યાવરણ અધિનિયનમ, 1986 હેઠળ ખતરનાક સુક્ષ્મજીવો, આનુવંશિક રીતથી સંવર્ધિત જીવોના નિયમ 1989 મુજબ રેગ્યુલેટ કરવામાં આવે છે.

READ  VIDEO: ગાંધીનગરમાં કલાસ વન અધિકારી સાથે નાણાંકીય છેતરપિંડી, મહિલા અધિકારીએ પુરૂષ અધિકારી પાસેથી પડાવ્યા 25 લાખ

 

Oops, something went wrong.
FB Comments