રાજકોટના બેડી માર્કેટયાર્ડમાં મચ્છરોના ત્રાસ અને વેપારીઓની ધરપકડનો વિરોધ યથાવત્

Bedi market yard traders continue strike on day 3 over mosquito breeding, Rajkot rajkot nu bedi marketyard satat trija divase bandh vepario ni hadtal yathavat

રાજકોટના બેડી માર્કેટયાર્ડમાં મચ્છરોના ત્રાસને લઈને વિરોધ પ્રદર્શન યથાવત્ છે. ગઈકાલે પોલીસ સાથે થયેલા ઘર્ષણ બાદ મામલો ગરમાયો હતો. જેમા પોલીસે સમગ્ર ઘટનાને લઈને 300 લોકોના ટોળા સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં કેટલાક વેપારીઓની પણ ધરપકડ કરાઈ હતી. આ સમગ્ર કાર્યવાહીને લઈને વેપારી અને ખેડૂતોમાં રોષની લાગણી છવાયેલી છે. પોલીસ કાર્યવાહી સામે મજૂરોથી લઈને ખેડૂતો સુધી તમામ લોકો વિરોધ દર્શાવી રહ્યા છે.

રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં મચ્છરોના ત્રાસનો વિરોધ#Tv9News #Gujarat #Rajkot

TV9 Gujarati यांनी वर पोस्ट केले सोमवार, १७ फेब्रुवारी, २०२०

આ પણ વાંચોઃ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને ‘લોરિયસ સ્પોર્ટિંગ મોમેન્ટ’ એવોર્ડથી કરાયા સન્માનિત

મહત્વનું છે કે, મચ્છરોના ત્રાસથી ગઇકાલે બેડી યાર્ડ પાસેની સોસાયટીના લોકો, ખેડૂતો, વેપારીઓ, એજન્ટોએ યાર્ડ બહાર હાઇવે પર ચક્કાજામ કર્યો હતો. જે દરમિયાન ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે પોલીસ આવતા લોકોએ યાર્ડમાં જઈને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈને યાર્ડના ડિરેક્ટર, કમિશન એજન્ટ એસોસિએશનના પ્રમુખ સહિત 30 લોકોની ધરપકડ કરાઈ છે.

READ  રાજકોટ સિવિલ હોસ્પિટલ ફેરવાઈ તળાવમાં, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments