વારાણસીથી PM મોદી સહિત 7માં તબક્કામાં આ દિગ્ગજ નેતાઓનું ભવિષ્ય મતદાતાઓ કરશે નક્કી, જાણો સમગ્ર માહિતી

લોકસભા ચૂંટણી 2019 પોતાના છેલ્લા તબક્કામાં પહોંચી ગયું છે. 19મે એટલે આવતીકાલે 8 રાજ્યની 59 બેઠક પર વોટિંગ થવાનું છે. જેમાં 7 રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશના કુલ 10.17 કરોડ મતદાતા 918 ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરશે. 8 રાજ્યમાં ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, ચંદીગઢનો સમાવેશે થાય છે. ત્યારે મહત્વની વાત એ છે કે આ તબક્કામાં દેશના દિગ્ગજ નેતાઓની કિસ્મત પણ જનતા નક્કી કરવાની છે.

આ પણ વાંચોઃ 7મા ચરણમાં વારાણસી બેઠક પર વોટિંગ, અરવિંદ કેજરીવાલના એક નિર્ણયથી નરેન્દ્ર મોદીના નામે પડશે વધારે મત

જેમાં સૌથી મહત્વની લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો વારાણસીની સીટ પર ખુદ નરેન્દ્ર મોદી ઉમેદવાર છે. જેમની વિરુદ્ધ કોંગ્રેસના અજય રાય અને સપાના ઉમેદવાર શાલિની યાદવ છે. તો 2014માં મોદી વિરુદ્ધ ખુદ અરવિંદ કેજરીવાલ ઉભા રહ્યા હતા. ત્યારે આ વખતે મોદીની વિરુદ્ધ કોઈ દિગ્ગજ નેતા લડી રહ્યા નથી. જેના કારણે એક અનુમાન મુજબ મોદીજીના મતમાં વધારો પણ થઈ શકે છે.

READ  શું બેંગલુરુમાં મસ્જિદનું નામ વડાપ્રધાન મોદીના નામ પરથી રાખવામાં આવ્યું છે?

બીજી મહત્વની બેઠક એટલે ગોરખપુર ઉત્તર પ્રદેશની છે. આ બેઠક પર અગાઉ ખુદ યોગી આદિત્યનાથ ચૂંટણી લડી ચૂક્યા છે. જ્યારે આ વખતે ભાજપે ભોજપુરી અને હિન્દી ફિલ્મના અભિનેતા રવિ કિશનને ટિકિટ આપી છે. જેની વિરુદ્ધ સપાએ રામભૂઆલ નિષાદ અને કોંગ્રેસે મધુસૂદન ત્રિપાઠીને ઉભા રાખ્યા છે.

તો બીજી તરફ ઉત્તર પ્રદેશમાં કુર્મી જેને પટેલ સમૂદાય તરીકે ઓળખવામાં આવે છે. આ જ ઓળખ સાથે અનુપ્રિયા પટેલ પોતાની પાર્ટી અપના દળમાંથી દાવેદારી કરી છે. તો તેના વિરુદ્ધમાં કોંગ્રેસે લલિતેશ ત્રિપાઠીને ટિકિટ આપી છે.

READ  મોદી સરકારે સત્તામાં આવ્યા બાદ લીધો આ પ્રથમ ફેંસલો, શહીદોના બાળકોને મળશે લાભ

તો બિહારમાં પણ જંગ જામ્યો છે. ખુદ કાનૂન પ્રધાન રવિશંકર પ્રસાદ ભાજપના ઉમેદવાર તરીકે પટનાસાહેબ બેઠક પરથી ઉભાર રહ્યા છે. જેની વિરુદ્ધમાં ભાજપમાંથી છેડો ફાડી અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે શત્રુધ્ન સિન્હા ઉભા રહ્યા છે. શત્રુધ્ન સિન્હા ચૂંટણીની શરૂઆત પહેલા સુધી ભાજપમાં જોડાયેલા હતા. પરંતુ તેના બગાવતી વર્તનના કારણે ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા છે.

READ  અરવલ્લીમાં પાણીમાંથી પસાર થતી સ્મશાન યાત્રાનો VIDEO થયો વાયરલ, ગામમાં હજુ પણ ભરાયેલા છે વરસાદી પાણી

 

આ તરફ પંજાબ તરફ જોવામાં આવે તો સની દેઓલ ભાજપના ઉમેદવાર તરીકે રેસમાં દોડી રહ્યા છે. આ વખતે ભાજપ દ્વારા ફિલ્મી અધિકારીઓને ટિકિટ આપવામાં આવી છે તેમાં સની દેઓલ પણ સામેલ છે. ત્યારે પંજાબની ગુરુદાસપુર બેઠક પર સનીની સામે કોંગ્રેસે સુનીલ જાખડને ટિકિટ આપી છે.

Meet the 11-year-old boy who wants to become businessman, Jamnagar

FB Comments