અમદાવાદના સલામતી સપ્તાહની ઉજવણીમાં સલામતીની શીખ આપનારાં જ સલામતીનું ભાન ભુલ્યાં!

અમદાવાદમાં 30માં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી થઈ રહી છે . આ ઉજવણીના 5માં દિવસે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં. સલામતીની શીખામણ આપનાર લોકોમાં પણ સલામતી વિશે થોડો અભાવ જોવા મળ્યો હતો.

 

કહેવાય છે કે કોઈ પણ કાર્ય કરવું હોય તો પહેલા પોતાનાથી શરૂઆત કરવી જોઈએ. જોકે શહેરમાં કેટલાક એવા લોકો છે કે જેઓ પોતે જાગૃત નથી જ પણ બીજાને જાગૃત થવાની શિખામણ આપી રહ્યા છે. આ એટલા માટે કહેવું પડી રહ્યું છે કેમ કે આવું જ કંઈક રખિયાલ અજિત મિલ ચાર રસ્તા પર જોવા મળ્યું. જ્યાં 30માં માર્ગ સલામતી સપ્તાહના પાંચમા દિવસે ઉજવણી કરાઈ. જેમાં બેનરો અને વાહન ચાલકોને ગુલાબ આપી હેલ્મેટ પહેરવાની સમજણ અપાઈ. જોકે જે લોકોએ સમજણ આપી તે જ લોકો હેલ્મેટની વ્યાખ્યામાં ન આવતા એવા તપેલી હેલ્મેટ સાથે જોવા મળ્યા. એટલું જ નહીં પણ બાઈક રેલીમાં પણ તપેલી હેલ્મેટ જોવા મળ્યા. જે વાત ટીવી9ને ધ્યાને આવતા આયોજકોએ તમામ તપેલી હેલ્મેટ હટાવી દીધા. આ તરફ કાર્યક્રમમાં હાજર ટ્રાફિક પોલીસ જાણીને પણ અજાણ બનીને તપેલી હેલ્મેટ હટાવવાની ખાત્રી આપી.

READ  VIDEO: અમદાવાદમાં નવા ટ્રાફિક નિયમના પાલન અને ભંગ બદલ એક જ દિવસમાં વસૂલાયો આટલો દંડ

એટલું જ નહીં પણ 30માં માર્ગ સલામતી સપ્તાહ પર ટ્રાફિક પોલીસની કામગીરીમાં પણ કચાસ જોવા મળી. કેમ કે પહેલા દિવસે જ પોલીસ કમિશનરે 11 રિટેલરના ત્યાં જે વાહન ચાલકોએ હેલ્મેટ નથી પહેર્યું અને તેવાને ટ્રાફિક પોલીસ મેમો આપ્યો હોય અને તે મેમો લઈને વાહન ચાલક નક્કી કરેલ 11 રિટેલરના ત્યાં જાય તો તેને હેલ્મેટની ખરીદી પર તેટલું ડિસ્કાઉન્ટ મળે. જોકે 3 દિવસમાં 14 હજાર લોકોને મેમો આપ્યા હોવા છતાં પણ 11 માંથી એક પણ રિટેલરના ત્યાં મેમો સાથે એક પણ વાહન ચાલક હેલ્મેટની ખરીદી કરવા ગયો ન હોવાનું રિટેલરોએ જણાવ્યું છે. જો ટ્રાફિક પોલીસ દ્વારા યોગ્ય સંકલન કરી રિટેલરની વિગતો જનતા સુધી પહોંચાડી હોય તો તેનો પુરો લાભ લઈ શકાય અને રિટેલરને પણ તે લાભ મળે.

READ  પુલવામા હુમલાના શહીદ જવાનોને સુરત પોલીસે મૌન પાળીને આપી ભાવભીની શ્રદ્ધાજંલી

[yop_poll id=1225]

Oops, something went wrong.

FB Comments
About Darshal Raval 57 Articles
Hello Friends... My Name is Darshal Raval And i m a Reporter My Mobile Number 9909973192