રશિયાની રાજધાની મોસ્કોમાં રન-વે પર ગણતરીની મિનિટોમાં વિમાન આગમાં લપેટાયું, 41 મુસાફરોના મોત, VIDEO જોઈને હબકી જશો

રશિયાની રાજધાની મોસ્કોમાં વિમાન દૂર્ઘટના, એરપોર્ટ પર ઈમરજન્સી લેંડિગ દરમિયાન સુખોઈ સુપરજેટમાં અચનાક આગ લાગતા 41 મુસાફરના મોત

#Visuals : #Russian passenger plane crash-lands in #Moscow, 2 kids among 41 died. #Tv9News

#Visuals : #Russian passenger plane crash-lands in #Moscow, 2 kids among 41 died.#Tv9News

TV9 Gujarati यांनी वर पोस्ट केले रविवार, ५ मे, २०१९

રશિયાની રાજધાની મોસ્કોમાં મોટી વિમાન દૂર્ઘટના બની છે. એરપોર્ટ પર ઈમરજન્સી લેંડિગ દરમિયાન સુખોઈ સુપરજેટમાં અચનાક આગ લાગતા, 41 મુસાફરના મોત નિપજ્યા છે. આ પ્લેનમાં કુલ 73 મુસાફર અને 5 ક્રુ મેમ્બર સવાર હતા. જેમાં 37 લોકોનો આબાદ બચાવ થયો છે. મહત્વનું છે કે, અકસ્માતનો ભોગ બનેલા સુખોઇ પેસેન્જર વિમાને મૉસ્કો એરપોર્ટથી ઉત્તરી રૂસના મરમાંસ્ક શહેર માટે ઉડાન ભરી હતી.

 

READ  તો SCO સમિટમાં આ કારણે ભારત પાકિસ્તાનના PM ઈમરાન ખાનને આપશે આમંત્રણ!

આ પણ વાચોઃ ભાજપના ઉમેદવાર મત નાખવા પહોંચ્યા અને હુમલો થઈ ગયો, આ પહેલી વખત નથી અગાઉ પણ થયું હતું આવુ, કહ્યું કે દીદીના ગુંડા કરી રહ્યા છે હરકત

પ્લેનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા પેસેન્જર વિમાનની ઇમરજન્સી સ્લાઇડ્સના માધ્યમથી બહાર નીકળ્યા હતા. જે હાર્ડ લેન્ડિંગ બાદ ફૂલી ગયું હતું. સોશિયલ મીડિયા પર આ અકસ્માતનો વીડિયો પણ શેર કરાયો છે. વીડિયોમાં વિમાન આગની ઝપટમાં ઘેરાયું છે. એરપોર્ટના અધિકારીઓએ કહ્યું કે વિમન બે વર્ષ જૂનું જ હતું. અકસ્માતના કારણની ભાળ મેળવવા એરપોર્ટ અધિકારીઓએ વધુ તપાસ હાથ ધરી છે.

READ  ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમમાં ભાગ લેશે વડાપ્રધાન મોદી, જાણો તે શું છે?
Oops, something went wrong.
FB Comments