છોટાઉદેપુરના આ ગામમાં કોઈ દશરથ માંજીને ઓળખતા પણ નહીં હોઈ તેમ છતાં તેની માફક ડુંગર ખોદી રહ્યા છે અને સરકાર હવાતિયા મારી રહી છે

વિકાસની હરણભાર ભરતા દેશમાં ગુજરાતનું એક એવું ગામ જ્યાં નથી પહોંચી સરકારી સુવિધા. છોટાઉદેપુર જિલ્લાનું તુરખેડા ગામ વિકાસથી પણ વંચિત છે. ગામલોકો અનેક સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા છે. આઝાદીના વર્ષો બાદ પણ આ ગામ પછાત છે.લોકો અંતે કંટાળીને રસ્તો ડુંગરા ખોદી બનાવા લાગ્યા છે.

છોટાઉદેપુર જિલ્લાના છેવાડાનું તુરખેડા ગામ ડુંગરાઓની વચ્ચે ઘેરાયેલું છે. અહીં પાકા રસ્તાઓ નથી કે પાકા મકાનો પણ નથી. નર્મદા નજીક હોવા છતાં ગામમાં પાણી નથી મળતું. ન તો સ્કૂલ કે આરોગ્ય કેન્દ્રની પણ સુવિધા નથી. ટૂંકમાં કહીએ તો અહીં હજુ સુધી એક પણ સરકારી સુવિધાએ આ ગામના દર્શન કર્યા નથી.

READ  કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આવ્યા મોટા સમચાર, જાણો ક્યારે શરૂ થશે શૈક્ષણિક સત્ર?

મહારાષ્ટ, મધ્યપ્રદેશ અને ગુજરાતની સરહદે અને ડુંગરાની વચ્ચે વસેલા તુરખેડા ગામની વસતી 2500ની છે. ગ્રામજનો આજની તારીખે પણ ઝુપડાઓમાં રહે છે. તો ગ્રામજનો માટે પાકો રસ્તો પણ નસીબમાં નથી. આ અંગે ગ્રામજનોએ અનેક વખત રજૂઆત કરવા છતાં સમસ્યાઓનું નિરાકણ ન આવતા ગ્રામજનો કંટાળ્યા અને કાળઝાળ ગરમીમાં ગ્રામજનોએ જાત મહેનતે જ કાચો રસ્તો બનાવાનો નિર્ધાર કર્યો છે. યુવાનોથી માંડી વૃધ્ધો મહેનતના કામે લાગી ગયા છે અને ડુંગર ખોદી રસ્તો બનાવી રહ્યા છે.

READ  જૂનાગઢમાં ભારે વરસાદથી વિલિંગ્ડન ડેમ છલકાયો, જુઓ VIDEO
Oops, something went wrong.

આ પણ વાંચો: સુરતમાં વાહનોનું ટોઈંગ કરવા ટ્રાફિક પોલીસ નિકળી હતી અને માર ખાવો પડ્યો, મોપેડ નીચે પડી જતા જાહેરમાં મારામારીના દૃશ્ય સર્જાયા

આમ તો આ ગામને અસરગ્રસ્ત જાહેર કરી દેવાયું છે. ગામ લોકોને જમીન આપી અન્ય સ્થળે વિસ્થાપિત કરવાના વચનો આપ્યા હતા. ગ્રામજનો જીવન સુધરવાની આશા રાખી બેઠા હતા. પરંતુ આજ સુધી ગામમાં એક પણ પ્રકારની સરકારી સુવિધાઓ નહીં પહોંચતા ગ્રાજનનોની આશા પર પાણી ફરી વળ્યું છે.

 

READ  અમદાવાદ: તલવારથી કેક કાપતો VIDEO થયો VIRAL, પોલીસે આરોપીની કરી ધરપકડ
FB Comments