આ કામ કરો અને તમે WhatsApp પર કોઈપણ વ્યક્તિના સ્ટેટસને કરી શકશો SAVE

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન WhatsAppમાં સ્ટેટસ રાખવાના ફિચરને ખૂબ જ લોકપ્રિયતા મળી છે. આ સુવિધા દ્વારા સ્ટેટસમાં VIDEO, મીમ્સ, ફોટા તેમજ લીંક પણ મુકી શકાય છે.

કોઈ પણ યુઝર સ્ટેટસ જોયા બાદ સેવ કરવા માગે તો એના માટે કોઈ પણ ઓપ્શન નથી. આ માટે યુઝરે સ્ક્રીનશોટ લેવો પડે છે અને બાદમા આ સ્ક્રીનશોટમાં યુઝરનેમ અને નોટિફિકેશન બાર ક્રોપ કરવી પડે  છે. આ માથાકૂટમાં છૂટવાનો એક સરળ ઉપાય છે અને તમે તેના દ્વારા બીજા કોઈપણ વ્યક્તિના સ્ટેટસને સેવ કરી શકો છો.

READ  આ દિવસ પછી જો તમે WhatsApp પર ધડાધડ મેસેજ કરશો તો તમારું એકાઉન્ટ થશે બંધ

 

સ્ટેટસ સેવર ફોર WhatsApp

1. ગુગલ પ્લે સ્ટોર પરથી Status Saver એપ્લીકેશન ડાઉનલોડ કરો
2. WhatsAppના સ્ટેટસ પેજ પર જાઓ
3. યુઝરનેમ પર ક્લિક કરો
4. પછી સ્ટેટસ સેવર એપને ઓપન કરો
5. એપ સ્ટેટસના ડિસ્પ્લેને સ્કેન કરશે

આ પણ વાંચો: મૃત્યુ પામેલી એક ટોચની ભારતીય અભિનેત્રીની ફિલ્મ ચીનના સિનેમાઘરોમાં મચાવી રહી છે ધૂમ, ઘણી મોટી ફિલ્મોના પણ તોડ્યા રેકોર્ડ

6. ત્યારબાદ તમને વીડિયો અને ફોટોનો ઓપ્શન બતાવશે
7. મનગમતો ઓપ્શન પસંદ કરો
8. એપમાં સ્ટેટસની બાજુમાં ડાઉનલોડનો ઓપ્શન દેખાશે.
9.ડાઉનલોડ ઓપ્શન પર ક્લિક કરવાની સાથેજ સ્ટેટસ તમારા ફોનમાં સેવ થઈ જશે.

READ  સરકારી બાબુઓના બપોરના ભોજન માટે સરકારે સમયમાં ઘટાડો કરી દીધો, એક કલાકના બદલે માત્ર આટલી મિનિટ

આમ એપ્લીકેશનના માધ્યમથી તમે કોઈપણના સ્ટેટસને સેવ કરી શકશો. તમને કોઈપણના સ્ટેટસ માટે સ્ક્રીનશોટ લેવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે.

Drainage water accumulated outside meeting premises of health dept officials, Rajkot

FB Comments