ઉત્તર પ્રદેશમાં ‘બુઆ’ની મુશ્કેલીમાં વધારો, ED દ્વારા 6 સ્થાનો પર 1400 કરોડના સ્મારક કૌભાંડના મામલે પાડવામાં આવ્યા દરોડા

ઉત્તર પ્રદેશમાં બહુજન સમાજ પાર્ટીની સરકારના સમયગાળા દરમિયાન કરવામાં આવેલા સ્મારક કૌભાંડ પર ED (ઈન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ) દ્વારા મહત્વના પગલાં ભરવામાં આવ્યા છે. તાજેતરના ઘટનાક્રમમાં માયાવતી સરકારના કાર્યકાળમાં કથિત 14 અબજના સ્મારક કૌભાંડમાં EDએ બીએસપી અધ્યક્ષાના નજીકનાઓ વિરૂદ્ધ કાર્યવાહી આરંભી છે. આજે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ અને એનસીઆરમાં 6 સ્થાનો પર અચનાક જ દરોડા પાડવામાં આવ્યા

EDએ 1400 કરોડના સ્મારક કૌભાંડની તપાસ હાથ ધરી હતી. તપાસ માટે વિજિલન્સમાં સાત ઈન્સ્પેક્ટરની એક એસઆઈટીની રચના પણ કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિજિલન્સ ટીમે રજુ કરેલા સમગ્ર રિપોર્ટ મળ્યા બાદ EDએ આ કાર્યવાહી હાથ ધરી છે.

લોકસભાની ચૂંટણી પહેલા SP અને BSP પર સંકટ

લોકસભાની ચૂંટણી પહેલાં સમાજવાદી પાર્ટીએ બસપા સુપ્રીમો સાથે હાથ મિલાવ્યા છે તેના જ કાર્યકાળમાં સ્મારક કૌભાંડની તપાસ વિજિલન્સને સોંપવામાં આવી હતી. એસપીના જ કાર્યકાળમાં સ્મારક કૌભાંડમાં ગોમતી નગરમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી. જોકે તપાસમાં પ્રારંભીક ઝડપ બાદ તેના પર અકળ કારણોસર ઠંડુ પાણી રેડી દેવામાં આવ્યું છે.

READ  અમદાવાદ કોર્પોરેશને રખડતા કુતરાઓ માટે કામ કરતી સંસ્થા સામે કાર્યવાહી

મની લોન્ડરીંગની પણ શક્યતા

EDના સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિજિલન્સને તપાસમાં સ્મારક કૌભાંડ અંતર્ગત મની લોન્ડરીંગના પુરાવાઓ હાથ લાગ્યા છે. આ પુરાવાઓ એકત્ર કર્યા બાદ EDએ સ્મારક કૌભાંડ સાથે જોડાયેલી એજન્સીઓ અને નિર્માણ નિગમના એંજિનિયરો સહિત અનેકની તપાસ આદરી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ કાર્યવાહીમાં EDનું નિશાન પથ્થરો પુરા પાડવા સાથે સંકળાયેલી કંપની હોઈ શકે છે.

READ  અખિલેશ યાદવને પોતાના ઘરમાં ચૂંટણી કાર્યાલય બનાવવાની ઓફર આપનાર ભાજપના નેતા 6 વર્ષ માટે સસ્પેન્ડ

આ મામલે હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં આંબેડકર સ્મારક પરિવર્તન સ્થળ લખનૌ, માન્યવર કાંશીરામ સ્મારક સ્થળ, ગૌતમબુદ્ધ ઉપવન, ઈકો પાર્ક, નોએડા આંબેડકર પાર્ક, રામબાઈ આંબેડકર મેદાન સ્મૃતિ ઉપવન વગેરેના નિર્માણમાં 14 અબજ 10 કરોડ 83 લાખ 43 હજાર કરોડના કૌભાંડનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

[yop_poll id=”940″]

FB Comments