ડિજીટલ યુગનું દુષ્પરિણામ : YouTube પર વીડિયો જોઇ ગર્ભવતી મહિલાએ કર્યો ડિલિવરી કરવાનો પ્રયત્ન, માતા અને બાળક બંનેના થયા મોત

હાલના ડિજીટલ યુગમાં લોકો ઘણી વાર ઈન્ટરનેટમાં જોયેલી વસ્તુઓનું આંધળું અનુકરણ કરતા હોય છે. આવો જ એક મૂર્ખામીભર્યો અને દુ:ખદ બનાવ ઉત્તર પ્રદેશમાં બન્યો છે. જ્યાં ગોરખપુરમાં એક 25 વર્ષીય અપરિણીત યુવતીએ ઈન્ટરનેટ પર વીડિયો જોઈને પોતાની જાતે જ પોતાની ડિલિવરી કરવાની કોશિશ કરી. જેમાં યુવતી અને તેના બાળક બંનેએ પોતાના જીવથી હાથ ધોવા પડ્યા.

સમગ્ર ઘટના ત્યારે સામે આવી જ્યારે પોલીસને યુવતીના રૂમમાંથી એક મોબાઈલ ફોન મળી આવ્યો છે જેમાં જાતે ડિલિવરી કેવી રીતે કરાય તેનો વીડિયો ચાલી રહ્યો હતો. પોલીસે જણાવ્યું કે, યુવતી બહરાઈચની રહેવાસી છે અને છેલ્લા ચાર વર્ષથી ગોરખપુરમાં રહેતી હતી. ચાર દિવસ પેહલા જ તેણે બિલંકપુર વિસ્તારમાં ભાડા પર એક રૂમ લીધો હતો.

આ પણ વાંચો : LIVE: વડાપ્રધાન મોદીના હોમસ્ટેટથી કોંગ્રેસનો 2019 માટેનો શંખનાદ, ગાંધી આશ્રમમાં સર્વોચ્યા સ્થાનના બદલે મહાસચિવો સાથે બેઠા પ્રિયંકા ગાંધી

આ રૂમમાં રવિવારના રોજ અન્ય ભાડવાતે ફોન કરીને પોલીસને જણાવ્યું કે યુવતીના રૂમના દરવાજામાંથી લોહી નીકળતું હતું. તાત્કાલિક ધોરણે પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે રૂમમાં જઈને જોયું તો યુવતી અને તેનું બાળક બંને લોહીમાં લથપથ હાલતમાં પડ્યા હતા. પોલીસે યુવતીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. એક તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે પરિજન તેનો ગર્ભપાત કરાવી નાખવા માગતા હતા, પરંતુ તે તે માટે રાજી ન હતી. લોકલાજના ડરથી તે કેટલાક દિવસ પહેલાં બહરાઇચથી ગોરખપુર આવી અને ત્યાં જુદા જુદા વિસ્તારમાં ભાડે રહેતી હતી.

 

પોલીસે જણાવ્યું કે હજી યુવતીના લગ્ન થયા નહતા. તેમ છતા તે ગર્ભવતી હતી તેથી તેણે ડિલિવર કરવા માટે કોઈ હોસ્પિટલમાં નહીં જતા જાતે ડિલિવરી કરવાનું મૂર્ખતાભર્યું પગલું ભર્યું હશે. પોલીસે જણાવ્યું કે હજી સુધી યુવતીના પરિવાર તરફથી કોઈ ફરિયાદ દાખલ નથી કરવામાં આવી. તેમજ ઘરવાળાઓએ તે વ્યક્તિ વિશે પણ કંઈ જાણકારી નથી આપી જેના કારણે તેમની દીકરી ગર્ભવતી થઈ હતી.

Valsad: Massive fire breaks out in a company at Gundlav GIDC- Tv9

FB Comments

TV9 Web Desk6

Read Previous

વડાપ્રધાન મોદીના હોમસ્ટેટમાં કોંગ્રેસની લોકસભાની વ્યૂહરચના, 2019 માટે કોંગ્રેસ બનાવી આક્રમક નીતિ

Read Next

લોકસભા ચૂંટણીમાં ચૂંટણી કાર્ડ ઉપરાંત આ 11 દસ્તાવેજ પણ મત આપવા માટે ગણાશે માન્ય

WhatsApp chat