2 દિવસમાં બદલાઈ ગયા ઈન્કમ ટેક્સ અને વીમા પોલિસીથી જોડાયેલા આ 2 નિયમ, લોકો પર થશે આ મોટી અસર

છેલ્લા 2 દિવસમાં બે નિયમ બદલાઈ ગયા છે. તેમાંથી એક નિયમ ઈનકમ ટેક્સનો છે અને બીજો નિયમ ઈન્શોરન્સ સેક્ટરથી જોડાયેલો છે. આ નિયમની સીધી અસર લોકો પર પડશે.

પ્રથમ નિયમ

16 જૂનથી ગાડી અને ટુ-વ્હીલર વાહનોનો થર્ડ પાર્ટી વીમો મોંઘો થઈ ગયો છે. IRDAના આદેશ મુજબ 1000 CCથી ઓછી ક્ષમતાવાળી નાની ગાડીનો થર્ડ પાર્ટી વીમાના પ્રિમિયમમાં 12 ટકાનો વધારો થયો છે. હવે પ્રિમિયમ 1850 રૂપિયાથી વધીને 2072 રૂપિયા થયુ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્યારે 1000-1500 CCના વાહનોનું વીમા પ્રિમિયમ 12.5 ટકા વધીને 3221 રૂપિયા થઈ ગયું છે. જો ટુ-વ્હીલરની વાત કરવામાં આવે તો 75 CCથી ઓછી ક્ષમતા ધરાવતા ટુ-વ્હીલર માટે થર્ડ પાર્ટી પ્રિમિયમ 12.88 ટકા વધીને 482 રૂપિયા થઈ ગયુ.

READ  ITR ફાઈલ કરી દીધું? હવે આ રીતે ચેક કરો તમારા ટેક્સ રિટર્નનું સ્ટેટસ

ત્યારે 75થી 150 CCના ટૂ-વ્હીલર વાહન માટે પ્રિમિયમ 752 રૂપિયા કરવામાં આવ્યુ છે. આ પ્રકારે 150-350 CCની ક્ષમતાવાળા ટુ-વ્હીલર વાહનો માટે થર્ડ પાર્ટી વીમા પ્રિમિયમમાં સૌથી મોટો વધારો થયો છે. મોટર વ્હીકલ્સ એક્ટ હેઠળ બધા જ મોટર વાહનો માટે થર્ડ પાર્ટી મોટર વીમો લેવો જરૂરી છે. આ વીમા પોલિસી તમારા વાહનથી બીજા લોકો અને તેમની સંપતિને થયેલા નુકસાનને કવર કરે છે.

READ  રાજકોટમાં ખાડા અને ખરાબ રસ્તાઓને લઈને કોંગ્રેસનો વિરોધ, કોંગ્રેસે કર્યો ચક્કાજામ, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

બીજો નિયમ

17 જૂને ઈનકમ ટેક્સથી જોડાયેલો નિયમ બદલાઈ ગયો છે. નવા નિયમ હેઠળ હવે મની લોન્ડ્રિંગ, ભ્રષ્ટાચાર, બેનામી સંપતિ રાખનારા અને વિદેશઓમાં બેનામી સંપતિ રાખનારા જેવા ગંભીર મામલામાં કોઈ વ્યક્તિ માટે ઈન્કમ ટેક્સ ચોરીને લઈને રાહત મેળવવા માટે તમામ દરવાજા બંધ થઈ ગયા છે. આ સંબંધમાં કેન્દ્રીય ઈન્કમ ટેક્સ બોર્ડે આદેશ આપ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

READ   VIDEO: વરિષ્ઠ વકીલ રામ જેઠમલાણીનું 95 વર્ષે નિધન, લાંબા સમયથી હતા બીમાર

નવા આદેશ મુજબ ટેક્સ ચોરીના મામલે દંડ વગેરે ચૂકવીને તમે છુટી શક્શો નહી. નવા નિયમ મુજબ વિભાગ આ પ્રકારની રાહત કેટલાક મામલામાં સિમિત રાખી શકે છે. તેના માટે સંબંધિત વ્યક્તિ કે વ્યવહાર માટે ગુન્હો કેટલો મોટો છે, તે જોવામાં આવશે સાથે જ તેમાં પ્રત્યેક મામલામાં તથ્યો અને પરિસ્થિતીઓ પર પણ નજર કરવામાં આવશે.

 

Surat: Youths died after being hit by speeding BRTS bus, fumed people vandalised 2 buses | TV9News

FB Comments