રાજકીય પક્ષને 2 હજારથી વધુ રોકડ દાન કરવા બદલ થઈ શકે છે કાર્યવાહી, જાણો આ નિયમ

જો તમે કોઈ રાજકીય પક્ષને 2 હજાર રૂપિયાથી વધુ રોકડ રકમ દાન કરો છો તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. આવકવેરા વિભાગ તમને મોટો દંડ ફટકારી શકે છે.

આવકવેરા વિભાગે પોતાની જાહેરાતમાં કહ્યું છે કે, જો તમે નિયમોનું ઉલ્લંઘન કરો છો તો તમને દંડ ફટકારવામાં આવી શકે છે. આવકવેરા વિભાગે ભારતીય નાગરિકોને રોકડ રકમનો ઉપયોગ કરવા મામલે કડક સુચના આપી છે. આવકવેરા વિભાગનુ આ માર્ગદર્શન બ્લેકમનીને ઝડપવાનું છે.

READ  રાજ્યમાં ત્રણ દિવસ પડશે કાતિલ ઠંડી! હવામાન વિભાગની આગાહી, જુઓ VIDEO

આવકવેરા વિભાગે ‘સ્વચ્છ વ્યવહાર, સ્વચ્છ અર્થતંત્ર’ નામથી એક જાહેરાત કરી છે. આ જાહેરાત અંતર્ગત એક નાગરીકને રુપિયાના વ્યવહાર સમયે 4 મુખ્ય વસ્તુઓ ધ્યાન રાખવી જરૂરી છે.

 

1. કોઈપણ વ્યક્તિએ એક દિવસમાં 2 લાખથી વધુ રોકડનો સ્વિકાર કરવો જોઈએ નહી.

2. સ્થિર સંપત્તિને ખરીદવા માટે 20 હજાર કે તેથી વધુ રોકડની ચૂકવણી ન કરવી.

READ  ભાત બનાવ્યા બાદ જો તમે તે ભાતનું પાણી ફેંકી દો છો તો આ ખબર છે તમારા માટે, આ પાણીના ફાયદાઓ જાણીને લાગશે નવાઈ

3. વ્યવસાયના ખર્ચ માટે 10 હજારથી વધુની ચુકવણી ન કરવી

4. નોંધણી થયેલા ટ્ર્સ્ટ અને રાજકીય પક્ષને રોકડમાં 2 હજારથી વધુનુ દાન ન કરવુ.

Oops, something went wrong.
FB Comments