હચમચાવી નાખનારી ખબર! જેટલા રુપિયા એક વર્ષમાં વૈષ્ણોદેવી મંદિરને દાનમાં મળે છે તેનાથી વધારે રકમ મળી એક વેપારીને ત્યાં RAIDમાં, 9 દિવસ ચાલેલી RAIDમાં કબર ખોદીને કાઢવામાં આવ્યા હીરા,મોતી અને ઝવેરાત

ઈન્કમટેકસના અધિકારીઓ દ્વારા 29 જાન્યુઆરીના રોજ તામિલનાડુમાં એક રેડ પાડવામાં આવી તે 6 ફેબ્રુઆરીના રોજ પુરી થઈ. આ રેડમાં બેનામી સંપત્તિને શોધવામાં ઈન્કમટેક્ષના અધિકારીઓને કબરને ખોલવાની ફરજ પડી હતી.

ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા ચેન્નઈ અને કોઈમ્બતૂર ખાતે સરવન સ્ટોર્સ, જી સ્કેવર અને લોટસ કંપનીના ઠેકાણાઓ પર આ રેડ પાડવામાં આવી હતી. આ બંને શહેરોમાં ઈન્કમટેક્ષ તપાસનો ધમધમાટ સતત 72 જગ્યાએ ચલાવ્યો હતો. 9 દિવસ ચાલેલી આ રેડમાં ઈન્કમટેક્ષને કુલ 433 કરોડની સંપત્તિ મળી આવી હતી. જેમાં 25 કરોડ રુપિયા કેશ, 12 કિલો સોનું અને 626 કેરેટ હીરા ઈન્કમટેક્ષના હાથ લાગ્યાં હતાં. એક અઠવાડિયા સુધી ચાલેલી આ રેડમાં ઘણી કબરોને પણ ખોદીને તેમાંથી કિંમતી સામાન બહાર કાઢવામાં આવ્યો હતો.

આયકર વિભાગના અધિકારો આ કંપનીઓ પર જ નહીં પર તેના માલિકોના ઘરે પર ત્રાટક્યાં હતા. સરવન સ્ટોર્સના માલિક યોગારાધિનમ પોંડુરઈ અને તેમણે જેની સાથે સોદો કર્યો તે સાથી કંપનીઓના માલિકને ત્યાં પણ દરોડો પાડવામાં આવ્યો છે.

READ  જસદણના એ ખેડૂતો મતદાન મથક પર તો પહોંચ્યા, પણ મત આપ્યા વગર જ પરત ફર્યાં, પોલીસે કેમ આ ખેડૂતોએ ન આપી મતદાન મથકમાં એન્ટ્રી?

આયકર વિભાગની રેડ પડવાની છે તે જાણકારી પહેલાથી માલિકોને હોવાથી તેને પોતાના ડ્રાઈવરોને હિરા-ઝવેરાત સાથે શહેરની બહાર કારમાં કિંમતી વસ્તુઓ મોકલી દેવા કહ્યું હતું. આયકર વિભાગના દરોડામાં 284 કરોડ રુપિયા માલિક યોગારાધિનમ પોડુંરઈ અને બાકીના રુપિયા તેમની બે ફર્મ કંપનીના નામે મળી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ભારતના વૈષ્ણોદેવી મંદિરમાં પણ આટલાં રુપિયા એક વર્ષમાં દાનમાં મળતાં હોય છે.

READ  1 સપ્ટેમ્બરથી બદલાઈ જશે આ 9 વસ્તુઓ, જાણી લો નહી તો થશે મોટું નુકસાન

[yop_poll id=1213]

Women thrash lawyer in Bhiwandi, booked | Tv9GujaratiNews

FB Comments