આ તારીખ પહેલા ભરી દો ઈન્કમ ટેક્ષ રિટર્ન નહી તો આટલો મોટો દંડ થશે!

જો તમે અત્યાર સુધી ઈન્કમ ટેક્ષ રિટર્ન ફાઈલ નથી કર્યુ તો તેના માટેની છેલ્લી તારીખ 31 જુલાઈ છે. જો તમે તે તારીખ પહેલા રિટર્ન નહી ભરો તો તમારે 5 હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે. વ્યક્તિગત, હિન્દુ અવિભાજિત પરિવાર અને જે લોકોના ખાતાની ઓડિટિંગની જરૂરિયાત નથી કે જેમની આવક 50 લાખ રૂપિયાથી ઓછી છે, તેમના માટે છેલ્લી તારીખ 31 જુલાઈ છે.

જો તમે 31 જુલાઈ પછી 31 ડિસેમ્બર 2019 સુધી ITR ફાઈલ કરો છો તો તમારી પર 5 હજાર રૂપિયાનો દંડ લાગશે. જો તમે 1 જાન્યૂઆરી 2020થી 30 માર્ચ 2020 સુધી ITR ફાઈલ કરો છો તો તમને 10 હજાર રૂપિયાનો દંડ લાગશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ વખતે તમે જો આધાર કાર્ડ દ્વારા ઈન્કમ ટેક્ષ રિટર્ન ફાઈલ કર્યુ તો ઈન્કમ ટેક્ષ ડિપાર્ટમેન્ટ જાતે જ તમારો પાન કાર્ડ નંબર આપશે. CBDTના ચેરમેને આ જાણકારી આપીને કહ્યું કે બજેટમાં નાણામંત્રીએ પાન કાર્ડ અને આધારકાર્ડમાં અંદર અંદર ફેરફાર કર્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

તેથી હવે જો કોઈની પાસે પાન કાર્ડ નથી તો તેની જગ્યાએ આધાર નંબરનો ઉપયોગ કરવામાં આવી શકે છે. દેશમાં 22 કરોડ લોકોએ પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવ્યુ છે. જ્યારે દેશમાં 120 કરોડથી વધારે લોકો પાસે આધારકાર્ડ છે.

શું તમને TV9 Gujaratiના Youtube વીડિયોના નોટિફિકેશન મળે છે કે નહીં?

 

આ પણ વાંચો: ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ રાજનીતિમાં જોડાશે મહેન્દ્ર સિંહ ધોની? પૂર્વ મંત્રીએ કર્યો દાવો કે પાર્ટીમાં જોડાવા માટે ધોની સાથે વાતચીત ચાલી રહી છે

 

News Headlines From Ahmedabad : 22-07-2019 |Tv9GujaratiNews

FB Comments

TV9 Webdesk 9

Read Previous

ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ રાજનીતિમાં જોડાશે મહેન્દ્ર સિંહ ધોની? પૂર્વ મંત્રીએ કર્યો દાવો કે પાર્ટીમાં જોડાવા માટે ધોની સાથે વાતચીત ચાલી રહી છે

Read Next

રાજકોટમાં વહેલી વાવણીથી ખેડૂતો પરેશાન, મેઘરાજા ફરી પધરામણી કરે તેવી ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા છે, જુઓ VIDEO

WhatsApp પર સમાચાર