ઉનાળાના આકરા તાપમાં ટમેટાના ભાવ આસમાને, જાણો છેલ્લાં એક સપ્તાહમાં કેટલો થયો વધારો?

ઉનાળાના આકરા તાપમાં ટમેટાના ભાવ પણ લાલચોળ થયા છે. ટમેટાના ભાવમાં છેલ્લા એક સપ્તાહમાં 20થી 30 રૂપિયાનો વધારો થયો છે. બજારમાં જે ટમેટા 25થી 30 રૂપિયા કિલો મળતાં હતા તે આજે 40થી 60 રૂપિયા કિલો વેચાઇ રહ્યા છે. વેપારીઓના કહેવા પ્રમાણે હાલમાં ગુજરાતમાં જે ટમેટાનું ઉત્પાદન હતું તે સ્ટોક પૂરો થઇ ગયો છે અને બજારમાં હવે નાસિક,મહારાષ્ટ્રના પૂના અને પંજાબથી ટમેટા બજારમાં આવતા હોવાથી ભાવ વધ્યા છે. ભાવવધારાને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.

READ  ચેક બાઉન્સ થવા પર હવે નહી થાય જેલ, નાંણાવિભાગે મુક્યો પ્રસ્તાવ, 19 જેટલા મામલાઓને નહી મનાશે ગુના

આ પણ વાંચો: દ્વારકા જિલ્લાના બજાણા ગામે PGVCLની ટીમ પર હુમલો, જુઓ VIDEO

 

 

FB Comments