ધોનીએ ફરી જીત્યું દુનિયાનું દીલ, દેશના સૈનિકો માટે રાંચીમાં મેચ શરૂ થવા પહેલાં કર્યું એવું કામ કે તમે પણ જોઇ Video થઈ જશો ખુશ!

ભારતીય ક્રિકેટ ટીમ કંઇને કંઇ અલગ કરવાના કારણે ચર્ચામાં રહે છે. જેમાં આજે મહિલા દિવસ પર ભારતીય ક્રિકેટ ટીમની ભૂતપૂર્વ ખેલાડી ડાયના ઇડુબ્જીની પાસે મેચ રેફરીએ સિક્કો આપ્યો હતો.

પરંતુ તેનાથી પણ ખાસ દ્રશ્ય એવું જોવા મળ્યું કે ભારતીય સેનાને સમ્માન આપવાના હેતુ થી ભારતીય ટીમે સેનાના જવાનો જેવી કેપ પહેરીને મેદાનમાં ઉતરી રહી છે. આ BCCI દ્વારા શરૂ કરવામાં આવેલ મુહિમનો એક ભાગ જ છે. જેના અનુસાર ભારતીય ટીમ દર વર્ષે એક મેચમાં સેના જેવી કેપ પહેરીને મેદાનમાં ઉતરશે.

એટલું જ નહીં ભારતીય ખેલાડીઓ પોતાની મેચમાં ખેલાડીઓ પોતાની ફીસ પુલાવામાં શહીદોના પરિવારને આપશે. જ્યારે કોહલી ટોસ માટે આવ્યો ત્યારે તેને જ આ અંગે જાહેરાત કરી હતી. જો તેનો હિસાબ કરવામાં આવે તો ટીમમાં કુલ 15 ખેલાડીઓ હોય છે અને તેમને 6 લાખ રૂપિયા એક મેચની ફી હોય છે. જેના હિસાબે 90 લાખ રૂપિયા શહીદોને મળશે.

 

READ  જો રાજકોટમાં વિરાટે કરી આ 3 ભૂલ તો ઓસ્ટ્રેલિયા સામે ફરી હારી શકે છે ટીમ ઈન્ડિયા!

પાંચ મેચોની સીરિઝમાં ભારત 2-0 થી આગળ ચાલી રહ્યું છે. ત્રીજી મેચમાં ભારતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતીય ટીમમાં કોઇ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી.

 

આ સ્ટોરી જો તમને પસંદ આવે તો વધુમાં વધુ લોકો સાથે શેર કરો. જેથી લોકો સુધી મહત્વના સમાચાર પહોંચતા રહે.

FB Comments