બીજી ટેસ્ટમાં કેમ પ્રથમ મેચના હિરો અશ્વિનને ટીમમાં ન આપવામાં આવ્યું સ્થાન? જાણો મેચ પહેલાં તમામ અપડેટ

આવતીકાલથી ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચની સિરીઝની બીજી ટેસ્ટ પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં રમાશે. આ સિરીઝની પ્રથમ ટેસ્ટ એડિલેડમાં રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાને 31 રને હરાવ્યું હતું. જો ભારત આ મેચ જીતી લે છે તો પ્રથમ વખત સિરીઝમાં શરૂઆતના 2 મુકાબલા જીતી જશે.

અગાઉ બન્ને દેશ વચ્ચે 71 વર્ષના ટેસ્ટ ઇતિહાસમાં ઓસ્ટ્રેલિયન ધરતી પર ભારતે અત્યાર સુધી માત્ર 6 જ મેચ જીતી છે. ભારત સતત 2 ટેસ્ટ માત્ર એક જ વખત જીત્યુ છે. આ વચ્ચે ચોંકવનારી વાત એ છેકે પ્રથમ મેચમાં બોલિંગથી ઓસ્ટ્રેલિયાની ટીમને ધારાશ્યી કરનાર અશ્વિનને બહાર બેસવું પડે તેવી સ્થિતિ બની છે.

READ  ક્રિકેટર હાર્દિક પંડયાને લઈને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતા જાણીતી અભિનેત્રી થઈ ગઈ 'ટ્રોલ'

આ પણ વાંચો : રાજસ્થાનના મુખ્ય પ્રધાનની ગૂંચ દિલ્હીના કોંગ્રેસ દરબારમાં, સચિને ખુદ આવવું પડ્યું સામે

બીજી ટેસ્ટ માટે ભારતીય ટીમમાં પસંદ કરવામાં 13 ખેલાડીઓમાં ચોટિલ રવિચંદ્રન અશ્વિન નથી. તેના પેટમાં ડાબી બાજુ ખેંચાણ છે. 32 વર્ષના આ સ્ટાર ઓફ સ્પિનરને એડિલેડ ટેસ્ટમાં 6 વિકેટ નીકાળી હતી. રોહિત શર્મા પણ બહાર છે. તેમને પહેલી ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં 37 રન બનાવ્યા હતા. જ્યારે બીજી ઇનિંગ્સમાં 1 રન બનાવીને આઉટ થઇ ગયા હતા.

બન્ને સંભવિત ટીમ આ રીતે

બીજી ટેસ્ટ માટે ભારતીય ટીમ:  વિરાટ કોહલી (કેપ્ટન), મુરલી વિજય, લોકેશ રાહુલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, રિષભ પંત, રવિન્દ્ર જાડેજા, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી, ભૂવનેશ્વર કુમાર, ઉમેશ યાદવ, જસપ્રિત બુમરાહ

READ  IND vs SA: માહીના હોમગ્રાઉન્ડમાં રોહીત શર્માએ ફટકારી કરિયરની પ્રથમ બેવડી સદી
https://twitter.com/BCCI/status/1073064487719100416

ઓસ્ટ્રેલિયા: ટીમ પેન (કેપ્ટન), એરોન ફિન્ચ, ઉસ્માન ખ્વાજા, પીટર હેન્ડ્સકોમ્બ, શોન માર્શ,ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ, પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, નાથન લાયન, જોશ હેઝલવુડ, માર્કસ હેરિસ, પીટલ સિડલ, ક્રિસ ટ્રિમેન

ઓસ્ટ્રેલિયાનું નવમું ટેસ્ટ સ્ટેડિયમ હશે

ઓપ્ટસ સ્ટેડિયમ વિશ્વનું 117મું ટેસ્ટ મેદાન હશે, સાથે જ આ ઓસ્ટ્રેલિયાનું નવમુ ટેસ્ટ સ્ટેડિયમ હશે. પર્થમાં એક સ્ટેડિયમ વાકા પણ છે, જ્યાં અત્યાર સુધી 44 ટેસ્ટ રમાઇ ચુકી છે. હવે અહી કોઇ પણ મેચ નહી રમાય, વાકામાં ભારતે ચાર ટેસ્ટ રમી હતી જેમાંથી ત્રણમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો.

READ  શું પાકિસ્તાની ક્રિકેટ ટીમના બોલરની ઉંમર વધવાના બદલે ઘટી રહી છે? સોશિયલ મીડિયામાંં ઉડી મજાક

[yop_poll id=”230″]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Oops, something went wrong.
FB Comments