IND vs BAN: રાજકોટમાં રોહિતની ધમાલ, ભારતીય ટીમે સીરીઝમાં 1-1થી કરી બરાબરી

IND vs BAN : Rohit hits half century, tough competition between India and Bangladesh as both win 1 match each.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની બીજી T-20 મેચમાં ભારતે જીત મેળવી છે અને શ્રેણીમાં બરાબરી કરી લીધી છે. બોલરોના શાનદાર પ્રદર્શન પછી કેપ્ટન રોહિત શર્માની શાનદાર ઈનિંગના કારણે ભારતે બીજી ટી-20 મેચમાં બાંગ્લાદેશને 8 વિકેટથી હરાવી દીધું.

IND vs BAN : Rohit hits half century, tough competition between India and Bangladesh as both win 1 match each.

ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બાંગ્લાદેશની ટીમે 20 ઓવરમાં 6 વિકેટ પર 153 રન બનાવ્યા હતા. ત્યારબાદ ભારતે 15.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 154 રન બનાવી શાનદાર રીતે મેચમાં વિજય મેળવ્યો હતો. તેની સાથે જ ભારતે 3 મેચની સીરીઝમાં 1-1થી બરાબરી કરી લીધી છે. ત્યારે ત્રીજી અને છેલ્લી ટી-20 મેચ નાગપુરમાં 10 નવેમ્બરના રોજ રમાશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  શાકભાજીના ભાવ પહોંચ્યા આસમાને, ચૂકવવા પડી રહ્યાં વધારે રુપિયા, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

154 રનના ટાર્ગેટનો પીછો કરવા માટે ઉતરેલી ભારતીય ટીમને રોહિત શર્મા અને શિખર ધવને જોરદાર શરૂઆત કરાવી હતી. ભારતે 5.2 ઓવરમાં જ 50 રન પુરા કર્યા હતા. રોહિત શર્માએ ટી-20 આંતરરાષ્ટ્રીય કરિયરની 18મી અડધી સદી માત્ર 23 બોલમાં પુરી કરી હતી. રોહિતે ધવનની સાથે મળીને 118 રનની ઓપનિંગ પાર્ટનરશિપ બનાવી હતી.

READ  VIDEO: રાજ્યકક્ષાના હોકી ખેલાડીએ ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવ્યુ, આપઘાતનું કારણ અકબંધ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.
FB Comments