ધોની માટે ICCએ કહી એક એવી વાત કે જે તેણે પોતાના 110 વર્ષોના ઇતિહાસમાં ક્યારેય કોઈ ખેલાડી માટે નહોતી કહી

ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા એટલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ્ (ICC) ભારતના ધુરંધર ખેલાડી મહેન્દ્ર સિંહ ધોની પર ફિદા થઈ ગઈ છે.

આઈસીસી મહેન્દ્ર સિંહ ધોનીની ચુસ્તી-સ્ફૂર્તિ પર એટલી ઇમ્પ્રેસ થઈ કે તેણે ધોનીના વખાણમાં ટ્વીટ કરી નાખ્યું. આઈસીસીના 110 વર્ષોના ઇતિહાસમાં કદાચ આવું પહેલી વાર થયું હશે કે કે આઈસીસીએ કોઈ ખેલાડીના વખાણમાં ટ્વીટ કર્યું હોય.

આ પણ વાંચો : ધોની અને કોહલીના હમસફરથી પણ વધુ BEAUTIFUL છે આ ઓછા મશહૂર ખેલાડીઓની LIFE PARTNER

ભારત અને ન્યૂઝીલૅંડ વચ્ચે ગઈકાલે 5મી અને છેલ્લી વન ડે મૅચ હતી. ધોની બૅટથી તો કોઈ કમાલ ન કરી શક્યો, પણ તેણે વિકેટ કીપર તરીકે જે કર્યું, તે જોઈને આઈસીસી તેને સલામ કરતા પોતાની જાતને રોકી ન શક્યું.

READ  કોરોનાથી ક્રિકેટ લોકડાઉન! ICC એ T-20 વર્લ્ડ કપના કાર્યક્રમો કર્યા સ્થગિત

37 વર્ષનો ‘યુવાન’ ધોની

સ્ટંપની આગળ ભલે ધોની નિષ્ફળ રહ્યાં, પણ સ્ટંપની પાછળ ધોનીની ચપળતા ફરી એક વાર ટીમ ઇન્ડિયા માટે ઉપયોગી સાબિત થઈ. આ વખતે ધોનીનો શિકાર થયો જિમી નીશમ.

આ પણ વાંચો : ધોની બાદ ટીમ ઇન્ડિયાનો વિકેટ કીપર બનવા માટે સૌથી મોટા દાવેદાર રિષભ પંતના જીવનમાં આવી આ Lady Love !

ઘટના તે વખતે બની કે જ્યારે કિવી ખેલાડી જિમી નીશમ (44 રન) પોતાની અર્ધ સદી તરફ આગળ વધી રહ્યો હતો. કેદાર જાધવ બૉલિંગ પર હતો અને 37મી ઓવર ચાલી રહી હતી. જાધવની બીજી બૉલ પર નીશમ સ્વીપ રમવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. બૉલની લાઇન તે સંપૂર્ણપણે ચૂકી ગયો અને બૉલ સીધી તેના પૅડથી ટકરાઈ. મામલો કરીબી હતો, એટલે કેદાર જાધવની સાથે-સાથે ધોનીએ પણ એલબીડબ્લ્યૂ આઉટની અપીલ કરી. ધોની બૉલને પોતાના ગ્લવ્ઝમાં કલેક્ટ નહોતો કરી શક્યો. દરમિયાન નીશમને લાગ્યું કે ધોની અપીલ કરવાના ચક્કરમાં બૉલ પરથી નજર હટાવી ચુક્યો છે, પરંતુ ધોની અપીલ કરવાની સાથે-સાથે બૉલ તરફ પણ સરકી રહ્યો હતો.

READ  બલિદાન બેજના લોગો સાથે ધોની મેદાન પર નહીં ઉતરી શકે, ICCએ ના આપી મંજૂરી

આ પણ વાંચો : ભારતે હિસાબ કર્યો બરાબર, કોહલીએ કાંગારુઓને કચડી નાખ્યા, તો ધોનીએ ધોવામાં કંઈ બાકી ન રાખ્યું

જાધવ અને ધોનીની અપીલની અંપાયર પર જ્યારે અસર ન થઈ, તે જ દરમિયાન નીશમ ચતુરાઈ બતાવવા જઈ રહ્યો હતો અને રન ચોરવાની તેણે કોશિશ કરી નાખી. નૉન સ્ટ્રાઇક પર ઊભેલા મિશેલ સેંટનરે નીશમને રોકવા માંગ્યો, પણ જ્યાં સુધી નીશમ પોતાની ક્રીઝ તરફ પહોંચે, તે પહેલા તો ધોનીએ પોતાની ચતુરાઈ અને ચપળતાથી સ્ટંપ ઉખાડી નાખ્યા અને હવે રન આઉટની અપીલ કરી. અંપાયરે થર્ડ અંપાયરની મદદથી નીશમને આઉટ આપી દીધો.

READ  જામનગર: કોર્પોરેટરના પુત્રની દાદાગીરી! ભાજપના કોર્પોરેટર કેશુ માડમના પુત્ર સામે નોંધાઈ ફરિયાદ

ICCએ ધોનીને કર્યું સલામ

ધોનીની ચુસ્તી-સ્ફૂર્તિ-ચતુરાઈ અને ચપળતા પર આઈસીસી આફરીન થઈ ગઈ. આઈસીસીએ ટ્વીટ કર્યું અને ધોનીને સૅલ્યુટ કર્યું. આઈસીસીએ પોતાના ટ્વીટમાં લખ્યું, ‘જ્યારે સ્ટંપની પાછળ ધોની હોય, તો ક્રીઝ ન છોડાય.’

[yop_poll id=1054]

Oops, something went wrong.
FB Comments