પાકિસ્તાનના ખેલાડીએ જણાવ્યું કે ભારતીય ટીમમાં આ ખેલાડી બનશે ભવિષ્યમાં ‘કોહલી’

વિશ્વ કપ 2019માં ભારત અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે યોજાનારા મુકાબલા પહેલા પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે ભારતીય ટીમના કેપ્ટનને લઈને મોટી વાત કરી છે. તેમને કહ્યું કે કેપ્ટન વિરાટ કોહલી પછી ભારતીય ટીમને રોહિત શર્મા કે બીજુ કોઈ નહી પણ કે.એલ.રાહુલ લીડ કરી શકે છે.

તેમને કહ્યું કે ભારતીય ટીમ હાલમાં દુનિયાની સૌથી ખતરનાક ટીમ છે. તેમની પાસે ઘણાં મેચ વિનર્સ ખેલાડીઓ છે. શરૂમાં રોહિત શર્મા અને શિખર ધવન છે. ત્યારબાદ વિરાટ કોહલી દુનિયાના સૌથી સારા અને ક્રિકેટ ઈતિહાસના સૌથી ખતરનાક બેટસમેનમાંથી એક છે. ત્યારબાદ મારા સૌથી ફેવરેટ ખેલાડી કે.એલ.રાહુલ છે.

 

READ  ગૂગલે પણ માની લીધુ કે આ વખતે વલ્ડૅકપમાં રહેશે ઝડપી બોલરોનો દબદબો, જાણો ક્લિક કરીને

કારણ કે કે.એલ.રાહુલ આવનારા દિવસોમાં વિરાટ કોહલીની જેમ એક મોટો બેટસમેન બની શકે છે. મેં કે. એલ. રાહુલને મળીને કહ્યું હતું કે જ્યારે તમે નહી રમો, જ્યારે તમને ડ્રોપ કરવામાં આવશે તો તમારો ગુસ્સો ટ્રેનિંગ પર કાઢશો અને કે.એલ.રાહુલને ડ્રોપ કરવા પર તેમને ટ્રેનિંગ પર જ ગુસ્સો કાઢ્યો હતો. મે તેમને કહ્યું હતું કે આવનારા સમયમાં તમે એક મોટો ખેલાડી બનશો.

READ  શ્રીલંકા સામેની મેચમાં રોહિત શર્મા આ 3 વિશ્વ કપ રેકોર્ડ પોતાના નામે કરી શકે છે

 

Oops, something went wrong.
FB Comments