ઈંદોર ખાતે ભારતીય ટીમ શ્રીલંકાની સામે જીતી જ રહી છે! કંઈક આવો છે ઈતિહાસ

ind-vs-sl-team-india-has-not-lost-a-single-match-in-indore-will-this-time-be-able-to-beat-sri-lanka

વરસાદ અને વ્યવસ્થાએ ગુવાહાટીની મેચમાં તો પાણી ફેરવી દીધું બાદ હવે બધાની નજર ઈંદોરની મેચ પર છે. વરસાદના લીધે પાણી ભરાવાથી મેદાન ભીનું થઈ ગયું હતું અને તેના લીધે મેચ રદ કરવાની ફરજ પડી હતી. ભારત અને શ્રીલંકા વચ્ચેની ટી 20 મેચની આ પ્રથમ મેચ હતી અને તેમાં જ વિઘ્ન આવ્યું હતું. બીસીસીઆઈ પણ આ વ્યવસ્થાથી નારાજ થયું છે અને તપાસના આદેશ આપ્યા છે. આ બાબતે સોશિયલ મીડિયામાં લોકોએ બીસીસીઆઈની ભારે મજાક ઉડાવી હતી.

ind-vs-sl-team-india-has-not-lost-a-single-match-in-indore-will-this-time-be-able-to-beat-sri-lanka

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ધર્મ પરિવર્તન બાબતે જાણો પાકિસ્તાનના હિંદુ ક્રિકેટર દાનિશે શું જવાબ આપ્યો?

ઈંદોર ખાતે વાતાવરણની વાત કરીએ તો એવું કહેવામાં આવી રહ્યું છે વરસાદની શક્યતા નથી. વરસાદની શક્યતા નથી એટલે ખુશીના સમાચાર એ છે મેચ રમાશે અને 20 ઓવર સુધી રમાશે. આ ખુશીની સાથે એક ખુશી બીજી પણ ભારતીય ટીમને લઈને છે. ઈતિહાસ એવું કહે છે કે ટીમ ઈન્ડિયાએ ઈંદોર ખાતે 8 મેચ રમી છે અને 8માંથી 8 મેચમાં ભારતની જીત રહી છે. આમ ઈંદોરનું સ્ટેડિયમ ભારત માટે આશાનું કિરણ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ind-vs-sl-team-india-has-not-lost-a-single-match-in-indore-will-this-time-be-able-to-beat-sri-lanka

ક્યારે ટકારશે ફરીથી ભારત અને શ્રીલંકા?
7 જાન્યુઆરીના રોજ ભારત અને શ્રીલંકાની ટીમ એકબીજાની સાથે ટકરાશે. બે વર્ષ પહેલાં શ્રીલંકાની મેચ ભારત સાથે હતી અને ચહલે કેર વર્તાવી દીધો હતો. ચહલે શ્રીલંકાની 4 વિકેટ એકલા હાથે પાડી દીઘી હતી. આ જોઈને જો કોહલી ચહલને ટીમમાં સ્થાન આપી દે તો નવાઈ નહીં. જો કે ગુવાહાટીમાં પરિસ્થિતિ અલગ રહી હતી. વિરાટ કોહલીએ 6 બેટસમેનની પસંદગી જ્યારે 4 બોલર્સની પસંદગી કરી હતી.

READ  PM મોદી, અમિત શાહ સહિત આ ક્રિકેટર પર થઈ શકે છે આતંકવાદી હુમલો, સુરક્ષા વધારવાનો નિર્દેશ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કેવો રહ્યો છે ભારત અને શ્રીલંકાની ટક્કરનો ઈતિહાસ
જો ભારત અને શ્રીલંકાની વાત કરવામાં આવે તો કુલ 17 ટી-20 મેચ ખેલાયા છે. જેમાં ભારતને 11 મેચ જીત્યા છે જ્યારે શ્રીલંકાના ભાગે 5 મેચ આવ્યા છે. એક મેચ વરસાદના લીધે રદ થયો છે. છેલ્લા 9 મેચની વાત કરીએ તો ભારતે 8 મેચ જીત્યા છે જ્યારે 1 મેચ શ્રીલંકાને ફાળે ગયી છે. આમ શ્રીલંકાની સામે ભારતીય ટીમનો ઈતિહાસ મજબૂત રહ્યો છે. દેશ પણ એવું ઈચ્છી રહ્યો છે કે ભારતીય ટીમ આ મજબૂતાઈથી શ્રીલંકા સામે આ સીરીઝમાં જીત મેળવે.

READ  VIDEO: સુરતની કિરણ હોસ્પિટલને આયુષ્યમાન અને મા કાર્ડ યોજનામાંથી કરાઈ બાકાત

 

 

8 more test positive for coronavirus in Vadodara| TV9News

FB Comments