IND vs WI T-20: સીરીઝ જીતવા માટે આજે બંને ટીમને જીતવુ જરૂરી, વાનખેડેમાં થશે મુકાબલો

ind vs wi t-20: who will win the third t-20 match series jitva mate aaje bane team ne jitvu jaruri wankhede ma thase mukablo

ભારત અને વેસ્ટ ઈન્ડીઝની વચ્ચે છેલ્લી મહત્વની ટી-20 મેચ આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે. વેસ્ટ ઈન્ડીઝની સામે આ મેચમાં ભારતીય ટીમે સારૂ પ્રદર્શન કરવું પડશે. બે વખત વિશ્વ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડીઝે તિરૂવનંતપુરમમાં બીજી મેચ જીતીને સીરીઝમાં 1-1થી બરાબરી કરી લીધી છે. આ પહેલા વિરાટ કોહલીની શાનદાર ઈનિંગના દમ પર ભારતે હૈદરાબાદમાં પ્રથમ મેચ જીતી હતી.

Image result for ind vs wi third t20

ભારતની નજર યુવા ઓફ સ્પિનર વોશિંગટન સુંદર અને વિકેટકીપર બેટસમેન રીષભ પંત પર લાગેલી રહેશે. ત્યારે જોવાનું એ રહેશે કે ટીમ મેનેજમેન્ટ સુંદરને મેદાનમાં ઉતારે છે કે કુલદીપ યાદવને તક મળે છે. સુંદરે છેલ્લી 5 ટી-20 મેચમાં માત્ર 3 વિકેટ લીધી છે. તેમાં વેસ્ટ ઈન્ડીઝની સામે 2 અને બાંગ્લાદેશની સામે 3 ટી-20 મેચમાં 23 ઓવરમાં 144 રન આપ્યા છે. દક્ષિણ આફ્રિકા સામેની 2 ટી-20 મેચમાં તેને એક પણ વિકેટ મળી નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  મુગલ સમ્રાટ શાહજહાંના પુત્ર દારા શિકોહના આ કામ માટે RSS પણ તેને યાદ કરે છે, KBCમાં પણ પૂછાયો હતો 1 કરોડનો પ્રશ્ન

કેપ્ટન વિરાટ કોહલી પણ સુંદરની ફિલ્ડિંગને લઈને ચિંતિત હશે, છેલ્લી મેચમાં સુંદરે લેન્ડલ સિમન્સનો સરળ કેચ છોડ્યો. સિમન્સે 45 બોલમાં 67 રન બનાવીને વેસ્ટ ઈન્ડીઝને જીત અપાવી હતી. કુલદીપ યાદવે છેલ્લી ટી-20 મેચ હેમિલ્ટનમાં ન્યૂઝીલેન્ડની સામે ફેબ્રુઆરીમાં રમી હતી. પ્રથમ 2 મેચમાં તેમને ટીમમાં સ્થાન મળ્યું નહતું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  રસ્તા પર દોડતા યુવકનો વીડિયો વાઈરલ થયો, દેશના રમત ગમત મંત્રીએ કહ્યું 'મારી પાસે મોકલો'

 

 

ત્યારે રીષભ પંત માટે સ્થિતી મુશ્કેલ થતી જઈ રહી છે. ચોથા નંબર પર છેલ્લી 7 ટી-20મેચની ઈનિંગમાં પંતે અણનમ 33, 18, 6, 27, 19, અને 4 રન બનાવ્યા છે. પંતે ટી-20 ક્રિકેટમાં છેલ્લી અડધી સદી ઓગસ્ટ મહીનામાં વેસ્ટ ઈન્ડીઝની સામે ફટકારી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  મહિલા જાગૃતિ માટે મુંબઈની દીકરીઓ કરશે 2800 કિમી સાયકલ યાત્રા

 

ત્યારે આ તરફ વેસ્ટ ઈન્ડીઝની નજર સીરીઝ જીતવા પર હશે. તેમના ઓપનર બેટ્સમેન ખાસ કરીને સિમન્સ શાનદાર ફોર્મમાં છે. ઈવિન લુઈસ, નિકોલસ પૂરન અને શિમરોન હેટમેયરે પણ સારી ઈનિંગ રમી છે. આ મેદાન પર વેસ્ટ ઈન્ડીઝે 2016 ટી-20 વિશ્વ કપ સેમીફાઈનલમાં ભારતને હરાવ્યું હતું અને ત્યારબાદ વિશ્વ કપનો ખિતાબ પણ પોતાના નામે કર્યો હતો.

 

Priority is to trace all coronavirus positive cases in Ahmedabad, says AMC Commissioner Vijay Nehra

FB Comments