2008ના વર્ષથી ચંદ્રયાન-2 છે ઈસરોનું મિશન, જાણો સોફ્ટ લેન્ડિંગનો સમય કેમ કપરો હોય છે?

ભારતનું ચંદ્રયાન-2 મિશન 2008થી કાર્યરત છે અને તેમાં અનેક વૈજ્ઞાનિકો પોતાની સેવા આપી રહ્યાં છે.  ઈસરોની વેબસાઈટ પરની ટાઈમલાઈન પર જે માહિતી જોવા મળી રહી છે તેમાં આ મિશનને મંજૂરી પૂર્વ વડાપ્રધાન  મનમોહનસિંઘે આપી હતી.  ભારતે ચંદ્રાયાન-2 પર 978 કરોડ જેટલાં રુપિયાનું બજેટ ખર્ચ કર્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  આ ભારતીયએ સૌથી પહેલા શોધ્યું ચંદ્રયાન-2નું વિક્રમ લેન્ડર, NASAએ આપી ક્રેડિટ

ઈસરો દ્વારા આ મિશનને લોંચ કર્યા બાદ 48 દિવસે ચંદ્ર સુધી પહોંચવામાં ઈસરો સફળ રહ્યું છે.  સોફ્ટ લેન્ડિંગ વિક્રમ લેન્ડર દ્વારા કરવાના સમયે ચંદ્રની સપાટીથી 2.1 કિમી દૂર પહોંચતા જ સંપર્ક તૂટી ગયો હતો.  ઈસરો દ્વારા જાહેરાત કરવામાં આવી છે તેઓ ડેટાને લઈને રાહ જોઈ રહ્યાં છે અને બાદમાં તેનું વિશ્લેષણ કરીને જાણકારી આપવામાં આવશે.

READ  કોલસા ખનનમાં ખાનગીકરણની સાથે જાણો આજે સરકારે કઈ કઈ મોટી જાહેરાત કરી?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ભારતીય અવકાશી સંશોધન સંસ્થા ઈસરો પાસે સોફ્ટ લેન્ડિંગનો અનુભવ નહોતો. વૈજ્ઞાનિકો અનુસાર લેન્ડિંગ માટેની છેલ્લી 15 મિનિટ ભારતીય એજન્સી ઈસરો માટે આકરી હતી.  કારણ કે લેન્ડિંગ સમયે ધૂળ ઉડે છે અને ચાર એન્જિન ચાલુ કરવા પડે છે.  આ પ્રક્રિયા બહુ જ જટિલ હોય છે. ઈસરોના વિક્રમ લેન્ડરે 2.1 કિમી દૂરથી સિગ્નલ મોકલવાનું બંધ કરી દીધું હતું. સોફ્ટ લેન્ડિંગ કરાવવું એ અનુભવી એજન્સીઓ માટે પણ કપરું કામ હોય છે.  જો નિયત ઉંચાઈ પર એન્જિન બંધ કરીને બેલેન્સ ન જાળવવા માટે તો લેન્ડર પટકાઈ શકે છે અને તેનું કમ્યુનિકેશન તૂટી શકે છે.

READ  છત્તીસગઢના નવા CMની રેસમાં કોણ છે આગળ?

 

Oops, something went wrong.
FB Comments