કાશ્મીર સિવાય ભારત-પાકિસ્તાન વચ્ચે આ 5 વિવાદો હજી સુધી છે અકબંધ, એક વિવાદનું ગુજરાત સાથે છે કનેક્શન

કાશ્મીર સિવાય ભારત-પાકિસ્તાનના વચ્ચે અન્ય ઘણા મુદ્દાઓ છે. જેના કારણે બન્ને દેશો વચ્ચે વિવાદ સતત રહે છે. ભારત- પાકિસ્તાન વચ્ચે સંબંધો હંમેશા ઐતિહાસિક અને રાજનીતિક મુદ્દાઓના કારણે તણાવમાં રહે છે. આ વિવાદનું મૂળ દેશના વિભાજનને માનવામાં આવે છે, ત્યારે એવા કયા કારણો છે, જેથી બન્ને દેશો વચ્ચે સતત વિવાદ રહ્યો છે, તે જાણો.

સિયાચીન વિવાદ

વર્ષ 1972માં થયેલા શિમલા કરારમાં સિયાચીન વિસ્તારને વેરાન બતાવ્યો છે. આ વિસ્તાર માનવ જીવન માટે યોગ્ય ન હોવાનું જણાવ્યું હતું. પરંતુ આ કરારમાં બન્ને દેશો વચ્ચે બોર્ડર નક્કી કરવામાં આવી ન હતી. ભારત-પાકિસ્તાનની સીમા સિયાચિનમાં ક્યાં બનશે તે પણ નક્કી કરવામાં આવ્યું ન હતુ. જો કે ત્યાર બાદ સિચાચિન વિસ્તારમાં પાકિસ્તાને પોતાનો હક્ક સાબિત કરવાની કોશિશ કરી. જેથી સિચાચીનના ઉપરનાં ભાગે ભારત અને નીચેના ભાગે પાકિસ્તાનનો હક્ક છે. મહત્વની વાત છે કે , વર્ષ 1984 માં પાકિસ્તાને સિયાચીન પર હક્ક કરવાની તૈયારી કરી હતી, પરંતુ ભારતીય સૈન્ય એ ઓપરેશન મેઘદૂત લોન્ચ કર્યું અને 13 એપ્રિલ 1984 ના રોજ સિયાચીન ગ્લેશિયર ભારતે પોતાના હસ્તક કરી લીધું હતું.

READ  VIDEO: કોરોનાના ભય વચ્ચે દાહોદના એક ગામમાં અજાણ્યા શખ્સોએ દારૂની બોટલ તેમજ ઈન્જેક્શન પાણીમાં નાખતા ખળભળાટ

સિંધુ સમજૂતી

1947માં બંન્ને દેશોના ભાગલા પડ્યા અને 1948માં ભારતે પાણી રોકી દીધું. જેના કારણે પાકિસ્તાનમાં પાણીની સમસ્યા સર્જાઈ હતી. ત્યાર બાદ 1960માં સિંધુ જળ સંધિ કરવામાં આવી અને ત્યાર થી કશ્મીરના મુદ્દે બન્ને દેશો વચ્ચે વિવાદ શરૂ થયો. જળ સંધિ હેઠળ 6 નદીઓના પાણીનું વિભાજન કરવામાં આવ્યું. ભારતથી પાકિસ્તાન જતી 3 પૂર્વી નદીઓ રાવિ, બિયાસ અને સતલજ નદીના પાણી પર ભારતનો સંપૂર્ણ હક્ક આપવામાં આવ્યો. બાકી પશ્વિમની 3 નદીઓ ઝેલમ, ચિનાબ અને સિંધુ નદીનું પાણી પાકિસ્તાનને આપવાની સાથે ભારત આ 3 નદીનું પાણી પણ વાપરી શકે છે.

READ  તમે કલ્પના પણ નહીં કરી શકો કે, તમારી આંખોમાં ડાયમંડની ચમક પણ આવી શકે છે, આટલો ખર્ચ કરો અને ડાયમંડ આંખ બનાવો

સર ક્રિક વિવાદ

વર્ષ 1960માં સર ક્રિક વિવાદ શરૂ થયો. સર ક્રિક વિવાદ ખરેખરમાં 60 કિલોમીટરના કાદવની જમીનનો વિવાદ છે. જે ભારતના ગુજરાત અને પાકિસ્તાનના સિંધ રાજ્ય વચ્ચે આવેલો છે. મહત્વનું છે કે, સર ક્રિક વિસ્તાર પાણીના વહેણના કારણે બન્યો છે માટે કેટલો વિસ્તાર પાણીમાં રહેશે અને કેટલો બહાર તે નક્કી નથી. આઝાદી પછી પાકિસ્તાને સર ક્રિક પર પોતાનો હક જાહેર કર્યો હતો. જેના પર ભારતે એક પ્રસ્તાવ મુક્યો અને જે પ્રસ્તાવ પાકિસ્તાને ફગાવી દીધો. કારણકે પ્રસ્તાવ પ્રમાણે 90 ટકા હિસ્સો ભારતને મળી રહ્યો હતો.

આતંકવાદ

દુનિયાના કોઈપણ દેશમાં આતંકી હુમલો થાય તેના તાર સીધી કે આડકતરી રીતે પાકિસ્તાન સાથે જોડાતા હોય છે. પછી તે, અમેરિકા, પેરિસ કે પછી પુલવામા હુમલો હોય. પાકિસ્તાનના મંત્રી પણ આ વાત માની ચુક્યા છે કે, તેમની ધરતી પર આતંકી સક્રિય છે. અને એવામાં જ ભારત આતંકવાદ સામે ટક્કર આપી રહ્યું છે. જેથી આંતકવાદના કારણે બન્ને દેશો વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે.

READ  ભારત-પાક. સરહદથી માત્ર 33 કિમી દૂર આવેલા અમૃતસરમાં મોડી રાત્રે આવ્યા ધડાકાના અવાજ, સોશિયલ મીડિયા પર લોકોએ આપી માહિતી

દાઉદ ઈબ્રાહીમ

ભારતનો નંબર 1 દુશ્મન દાઉદ ઈબ્રાહિમ 1993ના બ્લાસ્ટ બાદ મોસ્ટ વોન્ટેડ છે. 1993ના બ્લાસ્ટમાં 260 લોકોના મોત થયા હતાં. અને ત્યારથી ફરાર થયેલો દાઉદ પાકિસ્તાનમાં રહીને અંડરવર્લ્ડ નું સામ્રાજ્ય ચલાવી રહ્યો છે. મોસ્ટ વોન્ટેડ દાઉદ પાકિસ્તાનમાં છે, તે વાતના પૂરાવા પણ ભારત આપી ચુક્યુ છે. પરંતુ પાકિસ્તાન કાર્યવાહી કરવાને બદલે તેને સંરક્ષણ પૂરુ પાડી રહ્યું છે.

Oops, something went wrong.

FB Comments