ધર્મશાલામાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે પ્રથમ ટી-20 મેચ રમાશે, વરસાદ બની શકે વિલન

આજથી ધર્મશાલા ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને સાઉથ આફ્રિકાની વિરૂદ્ધ ટી-20 સીરીઝની પ્રથમ મેચ રમાશે. લગભગ 1 વર્ષ પછી ટી-20 વિશ્વકપમાં ભારત અને સાઉથ આફ્રિકા એકબીજા સામે ટકરાશે. ઉલ્લેખનીય છે કે સાઉથ આફ્રિકાએ પહેલા પણ ભારતને પોતાની ધરતી પર જ હરાવ્યુ હતુ.

ટી-20 ફોર્મેટમાં સાઉથ આફ્રિકા અને ભારતની વચ્ચે ટક્કર જોરદાર રહી છે. ટી-20માં અત્યાર સુધી બંને ટીમો વચ્ચે કુલ 13 મેચ રમાઈ, જેમાં 8 મેચમાં ભારતીય ટીમે જીત મેળવી છે, જ્યારે 5 મેચમાં આફ્રિકાએ જીત પોતાના નામે કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ચીનને છોડીને ભારત આવી શકે છે અમેરિકાની કંપનીઓ? દેશમાં વધશે રોજગારીની તકો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ત્યારે આ મેચમાં વરસાદ વિલન બની શકે છે. ધર્મશાલામાં આગામી 2 દિવસ વરસાદ પડવાની શક્યતાઓ છે. મેચ દરમિયાન પણ વરસાદ પડી શકે છે. ત્યારે ધર્મશાલાના મેદાનની પિચની વાત કરવામાં આવે તો ફાસ્ટ બોલરને આ પિચથી મદદ મળી શકે છે. ત્યારે બંને ટીમ પોતાના ફાસ્ટ બોલર પર વધારે વિશ્વાસ કરી શકે છે.

READ  IND vs BAN Test Match: બાંગ્લાદેશની પુરી ટીમના ટોટલ રનથી પણ વધુ ભારતના આ એક ખેલાડીએ બનાવ્યો પોતાનો સ્કોર, ભારતનો સ્કોર 300 રનની પાર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Top News Headlines Of This Hour : 29-01-2020 | Tv9GujaratiNews

FB Comments