કેપ્ટન કોહલીની સદી અને ભારતીય બોલરોના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનથી ભારતે વેસ્ટ ઈન્ડિઝને 59 રનથી હરાવ્યું

મેન ઓફ ધ મેચ કેપ્ટન વિરાટ કોહલી અને શ્રેયસ ઐયર પછી ભૂવનેશ્વર કુમારની દમદાર બોલિંગના કારણે ભારતે ક્વીન્સ પાર્ક ઓવલ મેદાન પર ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી બીજી વન-ડે મેચમાં વેસ્ટ ઈન્ડીઝને 59 રનથી હરાવી દીધુ છે.

ભારતે પ્રથમ બેટિંગ કરીને વિન્ડીઝની સામે 280 રનનું લક્ષ્ય આપ્યુ હતું પણ વિન્ડીઝની ઈનિંગ દરમિયાન 12.5 ઓવરમાં વરસાદ પડવાને લીધે મેજબાન ટીમને 46 ઓવરમાં 270 રનનું લક્ષ્ય મળ્યુ પણ વિન્ડીઝની ટીમ 42 ઓવરમાં 210 રન પર ઓલ આઉટ થઈ ગઈ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  શિખર ધવને કહ્યું કે મહેન્દ્રસિંહ ધોની ક્યારે લેશે ક્રિકેટમાંથી સન્યાસનો નિર્ણય!

મેજબાન ટીમની શરૂઆત ધીમી રહી હતી. 9મી ઓવરના ત્રીજા બોલ પર જ્યારે વિન્ડીઝનો સ્કોર માત્ર 45 રન હતો, ત્યારે ક્રિસ ગેઈલ 11 રને ભૂવનેશ્વર કુમારના શિકાર બન્યા. તે છતાં ગેઈલે તેમના નામે એક રેકોર્ડ બનાવ્યો. ગેઈલ આ મેચમાં તેમના દેશ માટે વન-ડેમાં સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ પોતાને નામ કરીને બ્રાયન લારાને પાછળ છોડી દીધા છે.

READ  પોરબંદર: અરબી સમુદ્રમાં લો-પ્રેશર સર્જાતા બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ત્યારબાદ ગેઈલ પછી શાઈ હોપ માત્ર 6 રન બનાવીને ખલીલ અહમદના શિકાર બન્યા હતા. બીજા સલામી બેટ્સમેન ઈવિન લુઈસે પહેલા શિમરન હેટમાયરની સાથે 3 વિકેટ માટે 40 રનની ભાગીદારી કરી અને ત્યારબાદ નિકોલેસ પૂરનની સાથે 56 રનની ભાગીદારી કરી. આ બંને ભાગીદારીને કુલદીપ યાદવે તોડી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ત્યારબાદ રવિન્દ્ર જાડેજાએ કાર્લોસ બ્રેથવેટને પણ 0 રનમાં પેવેલિયન તરફ મોકલીને ભારતને જીતની નજીક પહોંચાડ્યુ. 2 રન પછી ભૂવનેશ્વર કુમારે કેમાર રોચને આઉટ કરીને વેસ્ટ ઈન્ડીઝ ટીમની 8મી વિકેટ લીધી હતી. મોહમ્મદ શમીએ શેલ્ડન કોટરેલ અને ઓશાને થોમસને આઉટ કરીને ભારતને જીત અપાવી. ભારતે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 279 રન બનાવ્યા હતા.

READ  યુવકે અશ્લિલ ટિપ્પણી કરતા યુવતીઓએ જાહેરમાં કરી લાફાવાળી, પિટાઈ કરતો VIDEO થયો વાયરલ

[yop_poll id=”1″]

 

Top News Stories From Gujarat: 5/4/2020| TV9News

FB Comments