પાકિસ્તાનને ભારતનો જડબાતોડ જવાબ, થાર લિંક એક્સપ્રેસ રદ કરી

જમ્મૂ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપનારી કલમ 370ને નાબૂદ કર્યા પછી પાડોશી દેશ પાકિસ્તાને ભારતની સાથે તમામ પ્રકારના સંબંધો ખત્મ કરી દીધા છે. ત્યારે હવે ભારતીય રેલવેએ શુક્રવારે કહ્યું કે જોધપુર-મુનાબાવ થાર લિંક એક્સપ્રેસને રદ કરી દીધી છે.

થાર લિંક એક્સપ્રેસ ભારત તરફથી રાજસ્થાનના ભગતની કોઠી રેલવે સ્ટેશનથી પાકિસ્તાન સીમાની પાસે મુનાબાવની વચ્ચે ચાલે છે. મુનાબાવથી કસ્ટમની મંજૂરી પછી યાત્રી સીમાની બીજી તરફ ઝીરો પોઈન્ટ સ્ટેશનથી થાર એક્સપ્રેસથી પાકિસ્તાનના શહેર કરાંચી પહોંચે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  નવજોત સિંહ સિદ્ધુની મુશ્કેલી વધી શકે છે!, સિદ્ધુના ભાષણને લઈને માગ્યો ચૂંટણી પંચે રિપોર્ટ, જાણો નવજોત સિંહ સિદ્ધુએ મુસ્લિમ મતદાતાઓને શું કહ્યું હતું?

ઉત્તર પશ્ચિમ રેલવેના પ્રવક્તા અભય શર્માએ કહ્યું કે આગામી આદેશ સુધી ભગતની કોઠી-મુનાબાવ-ભગતની કોઠી અને મુનાબાવ-ઝીરો પોઈન્ટ-મુનાબાવ થાર એક્સપ્રેસ સેવા રદ રહેશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશિદ અહમદે 9 ઓગસ્ટે ઈસ્લામાબાદમાં જાહેરાત કરી હતી કે જોધપુર જવાવાળી આ છેલ્લી ટ્રેન હશે. NWRના પ્રવક્તા મુજબ 45 લોકોએ પાકિસ્તાન જવા માટે ટિકીટ બુક કરાવી હતી.

READ  ભારત પર 'અફઘાની એટેક'ની યોજના બનાવી રહ્યુ છે ISI, 15 ઓગસ્ટ પહેલા આતંકી હુમલાનું એલર્ટ

[yop_poll id=”1″]

 

Surat diamond merchant and his family to become Jain Monks | Tv9GujaratiNews

FB Comments