ચીન વિવાદ મુદ્દે ભારતને આ શક્તિશાળી દેશના રક્ષા મંત્રીએ આપ્યું સમર્થન, પત્ર લખી કહ્યું કે અમારી સેના સાથે છે!

india-china-standoff-india-got-support-from-france-defense-minister-said-our-army-with-you jano kya desh ma defence minister ae china mudde aapyo india no sath

LAC પર ભારત અને ચીન વચ્ચે તણાવની સ્થિતિ છે. ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક ઝડપ થઈ હતી અને ભારતીય સેનાના 20 જવાન શહીદ થયા હતા . આ વિવાદની વચ્ચે ફ્રાંસએ ભારતને સમર્થન આપ્યું છે. ફ્રાંસની રક્ષા મંત્રી ફ્લોરેંસ પાર્લીએ ગલવાન વેલીની ઘટનામાં 20 ભારતીય જવાન શહીદ થયા તેને લઈને દુ:ખ વ્યક્ત કર્યું છે.

READ  ગુજરાતમાં 24 કલાકમાં નોંધાયા કોરોનાના 514 નવા કેસ, રાજ્યમાં કુલ પોઝિટિવ કેસ 24 હજારને પાર

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

china-lac-ladakh-standoof-meeting-road-construction-pmo-modi-government-

 

આ પણ વાંચો :  સુરતની બિમાર સિવિલ હોસ્પિટલની લાલીયાવાડીનાં સામે આવ્યા દ્રશ્યો, વોર્ડમાં ડોક્ટરની જગ્યાએ બિલાડી ફરતી જોવા મળી

સોમવારના રોજ ફ્રાંસના રક્ષામંત્રીએ રાજનાથસિંહને પત્ર લખ્યો હતો. તેઓએ લખ્યું કે આ સૈનિકો, તેમના પરિવારો અને રાષ્ટ્ર માટે એક મોટો આઘાત હતો. આ પરિસ્થિતિમાં હું, ફ્રાંસના શસ્ત્રદળોની સાથે પોતાનું મૈત્રીપૂર્ણ સમર્થન વ્યક્ત કરવા માગું છું. ફ્રાંસની સેના તમારી સાથે છે.

READ  ભારતના વિદેશ મંત્રાલયની ચેતવણી બાદ પાકિસ્તાને ભારતીય દૂતાવાસના અધિકારીઓને મુક્ત કર્યા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ સિવાય ફ્રાંસના રક્ષામંત્રીએ રાજનાથસિંહના નિમંત્રણ પર ભારત પ્રવાસની ઈચ્છા પણ વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે લદાખની ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઝડપ થઈ હતી. આ પછી બંને દેશ વચ્ચે તણાવની પરિસ્થિતિ છે. આ ઘટનાને વૈશ્વિક તરીકે ગંભીરતાથી લેવામાં આવી છે. ઉપરાંત ભારતે ફ્રાંસની બનાવટના રાફેલ વિમાનની ખરીદી કરી છે.  ભારતની વિનંતી પર ઝડપથી રાફેલ વિમાનની ભારતમાં ડિલીવરી કરવામાં આવી રહી છે.

READ  શું તમે LPG ગેસની બોટલ વાપરો છો તો ચેતી જજો! બોટલમાંથી કાઢી નાખવામાં આવે છે ગેસ, જુઓ VIDEO

 

Oops, something went wrong.

 

FB Comments