ભારતે ચીનની દુખતી નસ પર મુક્યો હાથ, UNમાં ઉઠાવ્યો આ મુદ્દો

india expressed concern un on behalf of china national security law for hong kong India e china ni dukhti nas par mukyo hath UN ma uthavyo aa mudo

ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં હોંગકોંગનો મુદ્દો ઉઠાવી ચીનની દુ:ખતી નસ પર હાથ મુકી દીધો છે. ચીન તરફથી હોંગકોંગ વિશેષ વહીવટી ક્ષેત્ર (SAR) માટે એક વ્યાપક રાષ્ટ્રીય સુરક્ષા કાયદો પાસ કરવાને લઈ ભારતે UNની સામે પોતાની ચિંતા વ્યક્ત કરી છે. ભારતનું કહેવું છે કે હોંગકોંગમાં મોટી સંખ્યામાં ભારતીય પ્રવાસીઓ રહે છે. આવી સ્થિતિમાં ચીનના આ પગલાથી આ વૈશ્વિક નાણાકીય કેન્દ્રની સ્વતંત્રતા અને સ્વાયતતાને નુકસાન થશે.

Amid India China border tension Kailash Mansarovar yatra likely to be put off this year

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  જો ટ્ર્મ્પની મુલાકાત વખતે થઈ આ ડીલ તો 8 કરોડ લોકોની રોજગારી પર પડી શકે છે અસર!

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાઈ પ્રતિનિધિ રાજીવ.કે.ચંદરે કહ્યું કે હોંગકોંગને મોટી સંખ્યામાં ભારતીય સમુદાયે ઘર બનાવ્યું છે. અમે હોંગકોંગમાં થઈ રહેલી ઘટનાક્રમોને લઈ ચિંતાજનક વાતો સાંભળી છે. અમે આશા રાખીએ છે કે આ મુદ્દાથી સંબંધિત તમામ પક્ષ ધ્યાન આપશે અને તેનું ખુબ જ ગંભીરતાપૂર્ણ રીતે સમાધાન કાઢવામાં આવશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  પાકિસ્તાનનું 'દિલ હૈ કી માનતા નહીં' , સિંધુ નદીનું પાણી રોકવા મામલે ભારતને આપી ધમકી

 

શું છે વિવાદિત કાયદો

ચીનનો રાષ્ટ્રીય સુરક્ષા કાયદો હોંગકોંગમાં સૌથી સુપ્રીમ કાયદો હશે. તેની પર ત્યાંની સ્થાનિક સરકારનો કોઈ કંટ્રોલ નહીં હોય. રાજ્યના અધિકારી આ કાયદાને લઈ કોઈ રોલમાં નહીં હોય. આ કાયદામાં આતંકવાદને નવી રીતે પરિભાષિત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે રાજનીતિક ઉદ્દેશ્યોને લીધે દબાણ બનાવવા માટે કરવામાં આવેલા પ્રદર્શનોમાં સાર્વજનિક સંપતિને જો નુકસાન પહોંચાડવામાં આવે છે તો આ કામને આતંકવાદની શ્રેણીમાં રાખવામાં આવ્યું છે.

READ  ચંદ્રની કક્ષામાં પહોંચ્યું ચંદ્રયાન-2, વૈજ્ઞાનિકોએ 90% સ્પીડ ઘટાડી મેળવી સફળતા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ ઘટનાઓની ઉપર રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લાગુ થશે. આંતરિક મુદ્દાઓમાં વિદેશી હસ્તક્ષેપની વિરૂદ્ધ, ખુબ જ ગંભીર મુદ્દાઓ, રાષ્ટ્રીય સુરક્ષા માટે થતાં સંબંધમાં આ કાયદાનો ઉપયોગ કરવામાં આવી શકે છે. આ કાયદા હેઠળ ગંભીર ગુનેગારોને આજીવન કારાવાસ અથવા ન્યૂનતમ 10 વર્ષની સજા થઈ શકે છે.

Oops, something went wrong.

 

FB Comments