લોકસભાની ચૂંટણી પર અમેરિકન ગુપ્તચર એજન્સીએ કર્યો દાવો, ભારતમાં ભડકી શકે છે સાંપ્રદાયિક હિંસા…

દેશમાં લોકસભાની ચૂંટણી માટે 100 દિવસથી પણ ઓછો સમય બાકી છે ત્યારે આ ચૂંટણી પર સમગ્ર દુનિયાની નજર રાખીને બેઠું છે. દુનિયાના સૌથી મોટા ગણતંત્રમાં યોજાનારી ચૂંટણી પર અમેરિકાના ગુપ્તચર વિભાગનો એક રિપોર્ટ સામે આવ્યો છે.

અમેરિકાના સેનેટને સોંપાયેલા એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે, જો ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પહેલાં હિન્દુ રાષ્ટ્રવાદના મુદ્દા પર જોર આપે છે તો ભારતમાં સાંપ્રદાયિક હિંસા થવાની શક્યતા રહેલી છે

READ  VIDEO: આર્થિક મંદીની અસર! 250 જેટલા રત્ન કલાકારોને કરાયા છુટા

આ પણ વાંચો : રાજ્યમાં મકરસંક્રતિ પછી કેમ અચાનક વધી ગયું ઠંડીનું પ્રમાણ ? હવામાન વિભાગે આપ્યું ચોંકવનારું કારણ 

અમેરિકાની ગુપ્તચર એજન્સીઓ દુનિયાભરમાં ઉભા થતા ખતરાઓની તપાસ કરતું રહે છે. રિપોર્ટમાં લખ્યું છે કે જો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભાજપ હિન્દુ રાષ્ટ્રવાદી મુદ્દાઓ પર આગળ વધે છે તો ભારતમાં થનાર લોકસભા ચૂંટણી પહેલાં સાંપ્રદાયિક હિંસાની સંભાવનાઓ વધી શકે છે.

READ  VIDEO: ગુજરાતમાં પેટાચૂંટણીઃ લુણાવાડા બેઠક માટે કોંગ્રેસે પોતાના ઉમેદવારનું નામ કર્યું જાહેર
Us on Indian Election
અમેરિકન ગુપ્તચર વિભાગનો દાવો

દેશમાં મોદી સરકારનો પાંચ વર્ષનો કાર્યકાળ મે મહિનામાં પૂરો થઈ રહ્યો છે. આ રિપોર્ટને અમેરિકન સેનેટની સિલેકટ કમિટી સામે રજૂ કરાયો છે. જેને ડાયરેકટર ઓફ નેશનલ ઇન્ટેલિજન્સ ડેન કોટ્સે તૈયાર કર્યો છે. કોટ્સે પોતાના સ્ટેટમેન્ટમાં એમ પણ કહ્યું કે મે સુધી ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં તણાવ હજુ વધી શકે છે.

READ  ગુજરાત પેટાચૂંટણીના પરિણામથી ભાજપમાં દિવાળીની ઉજવણી પહેલા જ થઈ "હૈયાહોળી"

નેશનલ ઇન્ટેલિજન્સના ડાયરેક્ટર ડાન કોટ્સે ઇન્ટેલિજન્સ મામલાની સેનેટ સિલેક્ટ કમિટીને મંગળવારે કહ્યું કે ઇન્ટેલિજન્સ સમુદાય માટે ચૂંટણી સુરક્ષા હંમેશા મહત્વપૂર્ણ રહી છે અને આગળ પણ બની રહેશે.

[yop_poll id=”913″]

Oops, something went wrong.
FB Comments