વરસાદ એક દિવસ મોડો આવવાને લીધે દેશના ઘણાં વિસ્તારોમાં ગરમી અને પાણીની મોટી સમસ્યા

દેશના ઘણાં વિસ્તારોમાં ગરમી પડી રહી છે અને ઘણાં એવા વિસ્તારો પણ છે જ્યાં ગરમીનો પારો 50 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. ત્યારે વરસાદ આવે તો લોકો માટે મોટી રાહત થઈ શકે છે. રાજસ્થાનના મોટા ભાગના વિસ્તારોમાં ભીષણ ગરમી પડી રહી છે. રાજ્યના પશ્ચિમી વિસ્તારો અને પૂર્વ વિસ્તારોના મેદાની ભાગોમાં લુ લાગવાને લીધે લોકોનું જીવન અસ્તવ્યસ્ત થયું છે.

READ  VIDEO: ગુજરાતને બુલેટ ટ્રેનની પહેલા સુપરફાસ્ટ તેજસની ભેટ મળશે, અમદાવાદ-મુંબઈ વચ્ચે અત્યાધુનિક ખાનગી તેજસ ટ્રેન દોડશે

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

હવામાન વિભાગના પ્રવક્તાએ જણાવ્યું કે વધારેમાં વધારે તાપમાન 48 ડિગ્રી સુધી નોંધવામાં આવ્યું છે. છેલ્લા 2 દિવસમાં તાપમાન 50.8 ડિગ્રી નોંધવામાં આવ્યું છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર અને બિહારના ઘણાં વિસ્તારોમાં લોકોને પાણીની મુશ્કેલી સહન કરવી પડી રહી છે.

 

READ  VIDEO: સુરત શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક

ત્યારે પંજાબ અને હરિયાણાના ઘણાં વિસ્તારોમાં સવારે ઠંડા પવનને લીધે ગરમીમાં લુ થી મોટી રાહત મળી છે. ઘણી જગ્યા પર લગભગ એક અઠવાડિયા સુધી 44 ડિગ્રીની આસપાસ તાપમાન રહ્યું. ચંદીગઠ અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ પણ પડયો.

 

Oops, something went wrong.
FB Comments