પાકિસ્તાનને જવાબ આપવા માટે સેનાનો મહત્વનો નિર્ણય, કર્નલ રેન્કના અધિકારીઓને યુદ્ધ ભૂમિ પર મોકલવામાં આવશે

ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત વધી રહેલા સંઘર્ષ વચ્ચે પાકિસ્તાને પોતાની સરહદ પર પોતાની સેનાની સંખ્યા વધારી દીધી છે. તેને જોતાં ભારત તરફથી પણ મહત્વનું પગલું ભરવામાં આવી રહ્યું છે. ભારતીય સેના પણ સરહદ પર પોતાના સૈનિકોની સંખ્યામાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે.

એક અહેવાલ અનુસાર કર્નલ રેન્કના અધિકારીઓ અત્યાર સુધી આર્મી હેડક્વાર્ટર પર જ રહેતાં હતાં પરંતુ હવે તેમને પણ સરહદ પર પોસ્ટિંગ આપાવમાં આવશે. તેમજ તેમને પણ યુદ્ધ સમયે મેદાન પર રહેવું પડશે. એક રિપોર્ટના અનુસાર હાલમાં યુદ્ધના મોરચે અધિકારીઓની સંખ્યા ઓછી છે. જેને જોતાં આ નિર્ણય લેવામાં આવશે.

READ  ચૂંટણી પરિણામમાં હિંસાની આશંકાને લઈને ગૃહ મંત્રાલય એક્શનમાં, તમામ રાજ્યોને આપ્યા દિશા-નિર્દેશો

આ પણ વાંચો : BreakingNews : સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો, મધ્યસ્થતાથી લાવવામાં આવશે અયોધ્યાની રામ જન્મભૂમિનો ઉકેલ

સેના તરફથી સેલામાં આવેલા આ નિર્ણયના કારણે 230 અધિકારીઓ દુશ્મનોની સામે યુદ્ધ કરતાં જોવા મળશે. રક્ષા મંત્રાલયના અનુસાર, ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત વધી રહેલી સ્થિતિને જોતાં આ પ્રમાણેનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. જેના માટે હેડકવાર્ટર પર રહેલાં જવાનોને સરહદ પર મોકલવામાં આવશે.

છેલ્લા થોડાં સમયથી પાકિસ્તાન દ્વારા સતત સરહદીય વિસ્તારોમાં ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. પાકિસ્તાન સરહદ પર ભારતને ઉશ્કેરવાનું કામ કરી રહ્યું તેનો જવાબ આપવામાં ભારત પણ પાછું પડી રહ્યું નથી. જો કે હાલના નિર્ણય માટે લાંબા સમયથી માંગણી કરવામાં આવી રહી હતી જે આખરે અમલમાં લેવામાં આવ્યો છે.

READ  પૂર્વ વડાપ્રધાનના પુત્રએ રાજ્યસભામાંથી આપ્યુ રાજીનામુ, ભાજપમાં જોડાઈ શકે છે

Top 9 Metro News Of The Day : 02-04-2020 | Tv9GujaratiNews

FB Comments