વિદેશીઓ માટે ભારતે ખોલ્યા દરવાજા, આ કેટેગરીના લોકોને મળશે વીઝા

india opened doors to foreigners know which categories of people will get visa Videshio mate bharate kholya darvaja aa categories na loko ne malse visa

કોરોના મહામારીને રોકવા માટે દેશભરમાં લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું હતું. લોકડાઉન પહેલા જ દેશમાં વિદેશી નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. હવે કેન્દ્ર સરકારે ફરી એક વખત વિદેશી નાગરિકોની ભારત યાત્રા પર લગાવેલા પ્રતિબંધોને ધીર-ધીરે હટાવવાનો નિર્ણય લીધો છે. ત્યારે આ દરમિયાન માત્ર ખાસ કેટેગરીના વિદેશી નાગરિકોને ભારતમાં આવવાની પરવાનગી હશે અને તેમને જ વીઝા આપવામાં આવશે.

 

આ વિદેશીઓમાં વેપારી વર્ગ પણ સામેલ છે, જે બિઝનેસ વીઝા દ્વારા ભારતમાં આવી શકશે. ત્યારે B-3 વીઝાધારકોને હાલમાં દેશમાં આવવાની પરવાનગી મળશે નહીં. આ લોકો કોમર્શિયલ ચાર્ટેડ વિમાનો દ્વારા ભારતમાં આવી શકશે. એક વરિષ્ઠ અધિકારી મુજબ ગૃહ મંત્રાલયના આદેશ પછી નોન શેડ્યુલ કોમર્શિયલ ચાર્ટેડ વિમાનોને વિદેશમાંથી ભારત આવવાની પરવાનગી આપવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વિશ્વભરમાં કોરોના વાઈરસનો કેર યથાવત, સંક્રમિત લોકોનો આંક 16 લાખને પાર

તમને જણાવી દઈએ કે હાલમાં શેડ્યુલ્ડ ઈન્ટરનેશનલ પેસેન્જર ફ્લાઈટસ પર આ મહિનાના અંત સુધી રોક લગાવેલી છે. આ નિયમ આંતરરાષ્ટ્રીય કાર્ગો ઓપરેશન અને DGCA દ્વારા માન્ય અન્ય વિમાનો પર લાગૂ નથી. ઉલ્લેખનીય છે કે ભારતે 11 માર્ચે વિદેશીઓને આપેલા વીઝા પર રોક લગાવી દીધી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIDEO: રાજ્યના વધુ એક જિલ્લામાં કોરોના વાઈરસનો પગ પેસારો, બનાસકાંઠા જિલ્લામાં એકસાથે બે પોઝિટિવ કેસ નોંધાયા

 

આ વિદેશી નાગરિકોને મળશે ભારત આવવાની પરવાનગી

1. વિદેશી કારોબારી જે બિઝનેસ વિઝા પર આવવા ઈચ્છે તો તે નોન શેડ્યૂલ્ડ કોમર્શિયલ ચાર્ટેડ વિમાનમાં આવી શકે છે.

2. વિદેશી હેલ્થકેર પ્રોફેશનલ, હેલ્થ રિસર્ચર, ભારતીય હેલ્થ સેક્ટર સુવિધાઓમાં અને લેબોરેટરીમાં કામ કરનારા એન્જીનિયર અને ટેક્નિશિયનને વીઝા મળશે. તેના માટે તેમને ભારતની કોઈ રજીસ્ટર્ડ કંપની, યૂનિવર્સિટીથી મોકલવામાં આવેલા ઈન્વિટેશન લેટર બતાવવો પડશે.

READ  VIDEO: દેશમાં કોરોનાના 6,663 નવા કેસ નોંધાયા, એક જ દિવસમાં આટલા વધુ કેસ નોંધાયાની પહેલી ઘટના

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

3. ભારતમાં સ્થિત વિદેશી બિઝનેસ સંસ્થાઓ માટે એન્જીનિયર અને અન્ય નિષ્ણાંતોને પણ વીઝા મળશે. તેમાં તમામ મેન્યૂફેક્ચરિંગ યૂનિટ, ડિઝાઈન યૂનિટ, સોફ્ટવેર અને ITની સાથે ફાઈનાન્શિયલ સેક્ટરની કંપનીઓ સામેલ છે.

4. વિદેશમાંથી ભારત આવેલા મશીનોને રિપેર કરવા માટે આવનારા વિદેશી નિષ્ણાંતોને પણ ભારતમાં આવવાની મંજૂરી મળશે. તેના માટે પણ ઈન્વિટેશન લેટર બતાવવો પડશે.

 

Oops, something went wrong.

 

FB Comments