એન્ડ્રોઈડ સિસ્ટમનો દૂરપયોગ કરવાને લઈને ગૂગલ વિરુદ્ધ ભારતનું પ્રતિસ્પર્ધા આયોગ કરી શકે છે તપાસ!

દેશના એન્ટી ટ્ર્સ્ટ વોચડોગ કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા(CCI)એ ગૂગલની સામે તપાસના આદેશ આપ્યા છે. પોતાના પ્રતિસ્પર્ધીઓને બ્લોક કરવા અને એન્ડ્રોઈડ મોબાઈલની ઓપરેટિંગની સિસ્ટમનો દૂરપયોગ કરવાના કારણે આ આદેશ આપવામાં આવ્યો છે.

CCIએ પોતાના પ્રાથમિક તપાસમાં તારણ મેળવ્યું કે ગૂગલે પોતાની દબદબાવાળી સ્થિતિનો ખોટો ઉપયોગ કર્યો છે. એક વિશ્વનસીય સુત્રના અનુસાર આ તપાસ એક વર્ષ સુધી ચાલશે અને આ તપાસમાં ગૂગલના ટોચના અધિકારીઓને સમન્સ પણ મોકલવામાં આવશે. જોકે CCI દ્વારા આ મામલે કોઈ જ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. રોયટર્સ એજન્સીને જાણ થઈ છે આ ફરિયાદ પાછળ એક કરતાં વધારે લોકો છે પણ કોણે આ ફરિયાદ કરી છે તેના વિશે કશું જાણી શકાયું નથી.

 

READ  ભારતના લોકોનો એક સવાલ ગૂગલને કરી રહ્યો છે હેરાન, કંટાળીને ગૂગલે કહ્યું કે આવું કેમ પૂછો છો?

યુરોપિયન યુનિયનના કેસમાં રેગ્યુલેટર્સ દ્વારા જાણકારી મળી કે ઉત્પાદકોને ગૂગલે પોતાનો પ્લે સ્ટોર એપ અને ક્રોમ બ્રાઉજર પ્રી-ઈંસ્ટોલ કરવા માટે મજૂબૂર કર્યા હતા. જેના લીધે ગૂગલે પોતાના એકાધિકારનો ઉપયોગ કર્યો હતો અને ઉત્પાદકો પર દબાણ બનાવ્યું છે. આ બાબતને લઈને આગળના સમયમાં તપાસ થઈ શકે તેવા અહેવાલ એજન્સી રોયટર્સના માધ્યમથી મળ્યા છે.

READ  સુંદર પિચાઈ હવે Googleની સાથે 900 બિલિયન ડૉલરની આ કંપનીના પણ બન્યા CEO

 

Ahmedabad : Fire brigade teams sanitized all police station across the city

FB Comments