દિવાળીના તહેવારમાં ભારત અને પાકિસ્તાન બોર્ડર પર મીઠાઈની વહેંચણી થશે નહીં

દિવાળીના તહેવાર પહેલા ભારત અને પાકિસ્તાન બોર્ડર પર ગરમ માહોલ છે. પાકિસ્તાન તરફથી વારંવાર સિઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. જેને જવાબમાં ભારતે પણ પ્રતિકાર કર્યો છે. જો કે દર વર્ષે બોર્ડર પર દિવાળીના તહેવારને લઈ મીઠાઈની વહેંચણી થતી હોય છે. પરંતુ આ વર્ષે થશે નહીં.

Image result for india pakistan border sweets exchange

આ પણ વાંચોઃ ગુટ નિરપેક્ષ દેશના સંમેલનમાં PM મોદી જોડાશે નહીં, સંગઠનની સ્થાપનામાં જવાહરલાલ નેહરુની હતી આ ભૂમિકા

સૂત્રો મુજબ પ્રોટોકોલ પ્રમાણે ઈસ્લામાબાદમાં ભારતીય હાઈકમિશન દિવાળીના તહેવારની મીઠાઈ પાકિસ્તાનના તમામ ઉચ્ચ કાર્યાલયમાં પહોંચાડે છે. પાકિસ્તાનની ISI દ્વારા પ્રોટોકોલ પ્રમાણે ભારતીય હાઈકમિશનની મીઠાઈનું સ્વાગત કર્યું પરંતુ તેને પાછી મોકલાવી દીધી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદમાં એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 14 લોકોના મોત, 22 ઈજાગ્રસ્ત

તો સાથે બોર્ડર પર પણ પાકિસ્તાનના જવાનો ભારતની મીઠાઈનો સ્વીકાર કરશે નહીં. જમ્મુ-કાશ્મીરમાંથી 370 દૂર થયા બાદ પાકિસ્તાનને તેની ઓકાત દેખાઈ ચૂકી છે. જેને લઈ સતત ભારતની બોર્ડર પર ફાયરિંગ જેવી હરકત કરી રહ્યું છે. જો કે ભારતના જવાનોએ પણ પાકિસ્તાનને જવાબ દેવામાં વાર લગાવી નથી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ટેરર ફંડ પર સરકારની કાશ્મીર ઘાટીમાં મોટી કાર્યવાહી, 11 અલગતાવાદી નેતાઓની સંપ્તિ જપ્ત કરવાની શરૂઆત થઈ

 

 

FB Comments