મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડિંગમાં ભારત બન્યો નંબર 1 દેશ, સૌથી વધુ આ એપ થઈ ડાઉનલોડ

ગૂગલ પ્લે સ્ટોર પરથી એપ્લિકેશન ડાઉનલોડ કરવાને મામલે ભારત દુનિયાનો નંબર 1 દેશ બન્યો છે. તાજેત્તરમાં જ એક અહેવાલ અનુસાર એપ ડાઉનલોડ કરવાના સર્વેમાં ખુલાસો કરવામાં આવ્યો જેમાં ભારતને એપ ડાઉનલોડિંગમાં પ્રથમ સ્થાન મળ્યું છે.

વર્ષ 2018માં એક રિપોર્ટમાં દુનિયાની 50 ટકા વસ્તી એટલે કે 3.9 બિલીયન લોકો ઈન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યાં હતા. તેમાં ભારતીયોની ભાગીદારી સૌથી વધુ હતી. ત્યારે આ વર્ષે અન્ય એપ્લિકેશનના મુકાબલે ભારતમાં સૌથી વધુ ડાઉનલોડ ટિક-ટોક એપ કરવામાં આવી છે.

 

READ  કોમન સિવિલ કોડ શું છે? જાણો તમામ માહિતી, જુઓ VIDEO

આ શોર્ટ ઓડિયો-વીડિયો વર્જનવાળી મ્યૂઝિકલ એપ લોકોમાં મનોરંજન એપ તરીકે પસંદ કરવામાં આવે છે. આ એપને લઈને ભારતમાં ઘણાં વિવાદ પણ થયો હતો અને તેની પર પ્રતિબંધ પણ લગાવવામાં આવ્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ભારતમાં 4 મહિનામાં 4.5 બિલીયન એપ ડાઉનલોડ કરવામાં આવી ચૂકી છે. બીજા નંબર પર 3 બિલીયનની સાથે અમેરિકા છે. ભારતમાં આ વર્ષે ગૂગલ પ્લે સ્ટોર પરથી નવી એપ પણ ઈન્સ્ટોલ કરવામાં આવી છે. થોડા વર્ષોની અંદર ભારતમાં મોબાઈલ અને મોબાઈલની અલગ અલગ એપનો ઉપયોગ ખુબ વધી ગયો છે.

READ  વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જુનાગઢમાં સંબોધન, કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો

આ પણ વાંચો: જમીનથી હવામાં દુશ્મનોની મિસાઈલને તોડી પાડશે આકાશ-1S, DRDOએ કર્યુ સફળ પરીક્ષણ

ગ્રામીણ વિસ્તારોમાં ઈન્ટરનેટની સુવિધાઓ નથી પહોંચી પણ મોબાઈલ અને ઈન્ટરનેટનો લાભ મોટાભાગના લોકો લે છે. ગયા વર્ષે પણ ભારતના લોકોએ સૌથી વધુ એપ્સ ડાઉનલોડ કરી હતી. ભારતમાં ટિક-ટોક એપ ઈન્ટરનેટ સેન્સેશન બની ગઈ છે. આ વર્ષે ભારતમાં 88.6 બિલીયન નવા યૂજર્સે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે.

READ  ભારત અને ઓસ્ટ્રેલિયાની આજની મેચમાં જીતવા માટે અને આ વલ્ડૅ રેકોર્ડ માટે બંને ટીમો વચ્ચે થશે મોટી જંગ

 

There is nothing to feel scared about COVID19 , it's curable: Covid19 survivor couple post treatment

FB Comments