ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગને વડાપ્રધાન મોદીની ભેટ, ભારતે ચીનની e-Visa ડિમાન્ડ પૂરી કરી

ભારત આવેલા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને વડાપ્રધાન મોદીએ એક સારી ભેટ આપી છે. ચીની નાગરિકોને વિઝા નિયમોમાં મોટી છુટ આપવામાં આવી છે. તે માટે ચીન તરફથી ઘણા વર્ષોથી ડિમાન્ડ કરવામાં આવી રહી હતી. માનવામાં આવી રહ્યું છે કે e-Visa નિયમોને લઈ બંને નેતાઓ વચ્ચે ચર્ચા થઈ શકે છે. ભારતે તે પહેલા જ તેના વિશે નિર્ણય કરીને જિનપિંગની એક ડિમાન્ડ પૂરી કરી દીધી છે.

સરકારે ચીની નાગરિકોને મલ્ટીપલ એન્ટ્રીવાળા 5 વર્ષના e-Visa આપવાનો નિર્ણય કર્યો છે. તેના માટે તેમને પ્રતિ વ્યક્તિ 80 ડૉલરની ફી ચૂક્વવી પડશે. ભારતીય દૂતાવાસે આ સંબંધિત પ્રેસ રિલીઝ પણ જાહેર કરી છે. અત્યારે જે e-Visa આપવામાં આવે છે. તે માત્ર 60 દિવસ માટે વેલિડ હોય છે. ઈ-કોન્ફરન્સ વીઝાની વેલિડિટી 30 દિવસની હોય છે. મોટાભાગના વિઝા સિંગલ એન્ટ્રીવાળા હોય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અયોધ્યા વિવાદ: સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેસની સુનાવણી 9 મહિનામાં પુરી થાય, જજનો કાર્યકાળ પણ વધારવામાં આવે

ભારતે e-Visaની ફીમાં પણ ઘટાડો કર્યો

વીઝા ફીમાં પણ રાહત આપવામાં આવી છે. 1 વર્ષ માટે મલ્ટીપલ એન્ટ્રી e-Visa માટે 40 ડૉલર આપવા પડશે. સિંગલ એન્ટ્રી 30 દિવસ વેલિડિટીવાળા e-Visaની ફીમાં ઘટાડો કરીને 25 ડૉલર કરી દેવામાં આવી છે. એપ્રિલ, મે અને જૂન મહિનામાં 30 દિવસના e-Visa માટે માત્ર 10 ડૉલર આપવા પડશે.

READ  સંયુક્ત રાષ્ટ્ર પર સૌથી મોટું નાણાકીય સંકટ! સંયુક્ત રાષ્ટ્રની કામગીરી થઈ બંધ, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

દુતાવાસ તરફથી આપેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે ચીની નાગરિકો e-Visaના નિયમોમાં છુટથી બંને દેશોના લોકોની વચ્ચે પરસ્પર સહયોગ વધશે. વધારેમાં વધારે ચીની પર્યટકો ભારતમાં આવશે.

READ  ભરૂચમાં સ્થાનિકોએ ચૂંટણીનો બહિષ્કાર કરવા માટે અને નેતાઓ મત માગવા ના આવે તે માટે લગાવ્યા બેનર

 

Top News Headlines Of This Hour : 29-01-2020 | Tv9GujaratiNews

FB Comments