VIDEO: દેશમાં કોરોના વાયરસનો કહેર વધ્યો, એક જ દિવસમાં 427 કેસ વધ્યા

India reports 427 new coronavirus cases in a day desh ma corona virus no kehar vadhyo ek j divas ma 427 case vadhya

દેશમાં કોરોના વાયરસે સ્પીડ પકડી છે. ફક્ત એક જ દિવસમાં 427 નવા પોઝિટિવ કેસ અને સાત લોકોનાં મોતથી દેશમાં હાહાકાર મચ્યો છે. અત્યાર સુધી એવો એક પણ કિસ્સો એવો નથી આવ્યો કે દેશમાં એક જ દિવસમાં આટલા બધા કેસ નોંધાયા હોય. 427 કેસના વધારા સાથે પોઝિટિવ કેસની સંખ્યા 2000ને પાર કરી ગઈ છે. જેમાંથી 169 લોકો સાજા પણ થઈ ગયા છે.

READ  ગુજરાતના બજારમાં ચણાના શું રહ્યા ભાવ, જાણો ગુજરાતની APMCના જુદા-જુદા પાકોના ભાવ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જ્યારે 56 લોકોનાં મોત થઈ ગયા છે. ભારતમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં 330થી વધુ છે. જ્યાં મોતની સંખ્યા પણ સૌથી વધુ 14 છે. તેલંગાણામાં 97 કેસ અને 6 લોકોનાં મોત થયા છે. જ્યારે કેરળમાં 265થી વધુ કેસ છે અને મોતની સંખ્યા 2 છે.

READ  કપિલ શર્માના નવા કોમેડી શો થી તમને જો હસવું ના આવ્યું તો મોદી-રાહુલ પર બનેલા આ MEMES જોઈ લો, કદાચ હસવું આવી જાય


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ત્યારે તમિલનાડુમાં 234 પોઝિટિવ કેસ અને એકનું મોત થયું છે તો કર્ણાટકમાં 110થી વધુ પોઝિટિવ કેસ અને 3ના મોત થઈ ગયા છે. ઉત્તરપ્રદેશમાં 115થી વધુ કેસ છે અને બેનાં મોત થયા છે તો દિલ્લીમાં કોરોના પોઝિટીવ કેસની સંખ્યા 152 છે, જ્યારે 2ના મોત થઈ ગયા છે. ગુજરાતમાં 87 કેસ છે. 5 રિકવર થઈ ગયા છે. જ્યારે 6 લોકોના મોત થયા છે.

READ  ખેડા જિલ્લામાં કોરોનાના વધુ 6 કેસ નોંધાયા, કુલ આંકડો 47 પર પહોંચ્યો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: વડોદરામાં કોરોના વાયરસથી પ્રથમ મોત, પરિવારના 4 સભ્યોને પણ કોરોના હોવાની પુષ્ટી

FB Comments