ભારતીય મિસાઈલોની ખાડી દેશોમાં ભરપૂર માગ, કરાશે હથિયારોની નિકાસ

ભારત હવે મિસાઈલોની આયાત જ નહીં કરે પણ નિકાસ કરવાના મુડમાં આવી ગયું છે. હથિયારોના સોદા વડે સારી એવી વિદેશી હુંડિયામણ મેળવી શકાય છે.

ભારતે ડિફેન્સ ક્ષેત્રમાં હરણફાળ ભરી છે અને ભારત હવે એવી પરિસ્થિતિમાં આવી ગયું છે દુનિયાના દેશોને હથિયાર વેચી શકે. આ બાબતને લઈને ભારતે તૈયારી પણ કરી લીધી છે. ભારત અને રશિયાના જોઈન્ટ વેંચરથી તૈયાર થયેલી બ્રહ્મોસ અને ભારતમાં હથિયાર નિર્માતા ખાનગી કંપની લાર્સન એન્ડ ટર્બો દ્વારા દક્ષિણ એશિયાના બજારમાં શસ્ત્રોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

READ  અભિનંદન વર્તમાનનો વધુ એક વીડિયો થયો વાઈરલ, વિંગ કમાન્ડરે સમગ્ર દેશવાસીઓનો આભાર માનતાની સાથે અંતમાં લગાવ્યો આ નારો

આ પણ વાંચો: શું ખરેખર કોંગ્રેસે નીરવ મોદી પાસેથી 98 કરોડ રુપિયાનો ચેક લીધો છે?

ભારતમાં બનેલા હથિયારોમાં ખાસ કરીને ખાડી દેશોએ રુચિ દાખવી છે અને તેના લીધે હથિયારોની પહેલી ખેપ આ વર્ષના અંત સુધીમાં મોકલવામાં આવશે. મિડલ, ઈસ્ટ, સાઉથ ઈસ્ટ એશિયા અને સાઉથ અમેરિકામાં સક્ષમ અને ઓછી કિંમતના હથિયારોની ખાસ માગ છે. આના લીધે ફેંસલો લેવામાં આવ્યો છે. દક્ષિણ એશિયાઈ દેશોમાં ભારતની મિસાઈલની માગ વધારે છે. આ સમયે ભારત હથિયારોની આપૂર્તિ કરી શકવાની ભૂમિકામાં છે.

READ  ભારત પાકિસ્તાનની વચ્ચે વધ્યો તણાવ, પાકિસ્તાન લઈ શકે છે આ પગલુ

 

TV9 Headlines @ 4 PM: 19/10/2019| TV9GujaratiNews

FB Comments