ભારત દુનિયાનું સૌથી વધારે તેજીથી વધતું અર્થતંત્ર બની રહેશે: IMF

IMFનું માનવુ છે કે, ભારતીય અર્થતંત્રમાં સુધારો નહી થાય. જો કે IMFએ કહ્યું કે રોકાણમાં વધારો અને વપરાશ વધતા ભારત દુનિયાનું સૌથી વધારે તેજીથી વધતું મુખ્ય અર્થતંત્ર બની રહેશે. IMFનું કહેવુ છે કે, 2019ના સમયમાં દુનિયાની 70 ટકા અર્થવ્યવસ્થામાં નિષ્ક્રિયતા જોવા મળશે.

IMF(આંતરરાષ્ટ્રીય ભંડોળ)એ છેલ્લા નાણાકીય વર્ષ સાથે ચાલુ અને આગામી નાણાંકિય વર્ષ માટે ભારતના GDPમાં સુધારો નહી થાય. IMFનું અનુમાન છે કે, 2019-2020માં ભારતીય અર્થતંત્રનો વૃદ્ધિ દર 7.3 ટકા રહેશે. જે 2020-21માં વધીને 7.5 ટકા સુધી પહોંચી શકે છે. એના સિવાય IMFએ વૈશ્વિક આર્થિક વિકાસ 3.3 ટકા રહેશે તેવી જાહેરાત કરી છે. જો કે આઈએમએફનું કહેવુ છે કે, રોકાણમાં વધારો અને વપરાશ વધતા ભારત દુનિયાનું સૌથી વધારે તેજીથી વધતું મુખ્ય અર્થતંત્ર બની રહેશે.

READ  વર્લ્ડકપ 2019માં એક તરફ બેસ્ટમેન અને બોલરોની સાથે ફિલ્ડરો પણ દેખાડશે પોતાનો જાદુ, આ છે બેસ્ટ 5 ફિલ્ડર

આંતરરાષ્ટ્રીય ભંડોળનું કહેવું છે કે, ભારત સરકાર દ્વારા તાજેતરમાં ડેટામાં કેટલાક સુધારા કરવામાં આવતા એવા સંકેત મળ્યા હતા કે વિકાસની ગતી ધિમી છે. જેના કારણે આઈએમએફને પણ પોતાના અનુમાનમાં ફેરફેર કરવો પડ્યો હતો. આ પહેલા પણ રિઝર્વ બેંક અને એશિયાની બેંકોએ ભારતના વિકાસ દરને ઘટાડી દીધો હતો.

આઈએમએફએ ઓક્ટોબર મહિનાની સરખામણીએ 2019-20માં ભારતના વૃદ્ધિ દરમાં 0.1 અને 2020-21મા 0.2 ટકાનો ઘટાડો કર્યો છે. આઈએમએફ અને વિશ્વ બેંકની વાર્ષિક બેઠક પહેલા ભારતનો વિકાસ દર 7.1 ટકા રહ્યો છે. જો કે આ સમયે ચીનનો વિકાસ દર 6.6 ટકા રહ્યો છે. આઈએમએફનો અનુમાન છે કે, 2019-20મા ચીનનો વિકાસ દર 6.3 ટકા અને 2020માં 6.1 ટકા રહેશે.

READ  ભાજપને ફટકાર, 'નમો ટીવી'નું પ્રસારણ બંધ કરવા ચૂંટણી પંચનો આદેશ

 

 

રિપોર્ટમાં રહેવામાં આવ્યું કે, 2019-20માં ભારતનો વિકાસ દર ઝડપ પકડશે અને 7.3 ટકા સુધી પહોંચી જશે. જો કે 2020માં તે 7.05 ટકા રહેશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મધ્યમ અવધિમાં ભારતનો વિકાસ દર 7.75 ટકા પર આવીને અટકી શકે છે. અને વિશ્વ આર્થિક વિકાસનો દર ઘટીને 3.3 ટકા છે. આ પહેલા આઈએમએફે જાન્યુઆરીમાં વિશ્વ આર્થિક વિકાસ 3.5 ટકા રહેશે તેવુ અનુમાન લગાવ્યું હતું. તે પહેલા ઓક્ટોબરમાં આઈએમએફે 3.7 ટકા રહેશે તેવી શક્યતાઓ વ્યક્ત કરી હતી.

READ  અખિલેશ માયાવતીને દગો આપશે અને ભાજપ માયાવતીની મદદ કરશે: કૈશવ પ્રસાદ મૌર્ય

Video of sinking boat goes viral, Gir-Somnath | Tv9GujaratiNews

FB Comments