વડાપ્રધાન મોદી સાથે બેઠક બાદ અરૂણ જેટલીએ ભરી હુંકાર,જો US પાકિસ્તાનમાં ઘુસીને લાદેનને મારી શકે છે તો ભારત માટે કંઇ પણ શક્ય છે

ભારત અને પાકિસ્તાન વચ્ચે જમ્મુ કાશ્મીરમાં તનાવ વધી રહ્યો છે. ત્યારે નવી દિલ્હીમાં બેઠકોનો દોર ચાલુ થઈ ગયો છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઘરે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, ગૃહમંત્રી, રક્ષા મંત્રીથી લઈ ગુપ્તચર વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ વચ્ચે પાકિસ્તાનને યોગ્ય જવાબ આપવાની તૈયારી કરવામાં આવી રહી છે.

બંને દેશો વચ્ચે બગડી રહેલી સ્થિતિ પર અરૂણ જેટલીએ નિવેદન આપ્યું છે કે, આજની સ્થિતિમાં કોઈ પણ વસ્તુ શક્ય છે, જ્યારે અમેરિકા પાકિસ્તાનમાં ઘુસી આતંકી સંગઠન અલકાયદા ચીફ ઓસામા બિન લાદેનને મારી શકે છે તો કોઇ પણ વસ્તુ શક્ય છે. તેમણે સાથે જ કહ્યું કે, જે પ્રમાણે દેશ અમારી સાથે ઊભો છે તે જોતાં આ સ્થિતિમાં કોઇ પણ વસ્તુ શક્ય છે.

આ પણ વાંચો : દિલ્હીમાં ગૃહ મંત્રીની અધ્યક્ષતામાં હાઈ લેવલ મીટિંગ, NSA, RAW વડા સહિત ઘણાં ઉચ્ચ અધિકારીઓ હાજર

કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ સરકાર તરફથી નિવેદન આપતાં કહ્યું કે, હાલની સ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. અમેરિકા દ્વારા એબટાબાદમાં ઘુસીને ઓસામા બિન લાદેનને માર્યો હતો. અમે વિચારી રહ્યા છે કે શું આપણે તેમ કરી શકીએ છે. તેમના માટે પણ આ પગલું ભરવું ઘણું જ મુશ્કેલ હતું.

હાલની જે બંને દેશ વચ્ચેની સ્થિતિ છે ત્યારે અરૂણ જેટલીના નિવેદનના ઘણાં અર્થ કાઢવામાં આવી રહ્યા છે. એક અનુમાન એવું પણ લગાવવામાં આવી રહ્યું છે કે ભારત પાકિસ્તાનમાં ઘુસીને મોટા સ્તર પર જૈશના આંતકી સ્થાનોને નુકસાન પહોંચાડી શકે છે. જે આગામી સમયમાં મોટા પગલાં ભરવાનું પણ એક દિશા આપી રહી છે.

Top News Stories From Gujarat : 20-07-2019 | Tv9GujaratiNews

FB Comments

TV9 Web Desk6

Read Previous

દિલ્હીમાં ગૃહ મંત્રીની અધ્યક્ષતામાં હાઈ લેવલ મીટિંગ, NSA, RAW વડા સહિત ઘણાં ઉચ્ચ અધિકારીઓ હાજર

Read Next

પાકિસ્તાનની હરકતો પર ફ્રાન્સ અકળાયું, આપી છેલ્લી ચેતવણી, કહ્યું, ‘આતંકવાદ રોકો બાકી થશે જોવા જેવી’

WhatsApp પર સમાચાર