ભારત અને ઓસ્ટ્રેલિયાની આજની મેચમાં જીતવા માટે અને આ વલ્ડૅ રેકોર્ડ માટે બંને ટીમો વચ્ચે થશે મોટી જંગ

વિશ્વ કપની 14મી મેચમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે મેદાનમાં ઉતરશે. ત્યારે ભારતીય ટીમ માત્ર ઓસ્ટ્રેલિયાને હરાવવા માટે નહી પણ ભારતની નજર એ વલ્ડૅ રેકોર્ડ મેળવવા માટે રહેશે જે 5 વખત ચેમ્પિયન રહેલી ટીમની સામે એક સદી તો ફટકારવી જ પડશે અને ઓસ્ટ્રેલિયાની ટીમને સદી ફટકારવાથી રોકવી પણ પડશે.

વિશ્વ કપમાં આ બંને ટીમો વચ્ચે સૌથી વધારે સદી ફટકારવાની જોરદાર જંગ ચાલી રહી છે. વિશ્વ કપની શરૂઆત પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમના નામે ટૂર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી વધારે 26 સદી ફટકારવાનો રેકોર્ડ હતો પણ આ વિશ્વ કપમાં ભારતની પ્રથમ મેચમાં જ રોહિત શર્માએ સદી ફટકારીને ટુર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયાની સદી ફટકારવાના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

હવે આ વિશ્વ કપમાં સૌથી વધારે સદી ફટકારનારી બંને ટીમો આમને-સામને મેદાન પર હશે ત્યારે બધાની નજર આ વલ્ડૅ રેકોર્ડ પર હશે કે કોના ખાતામાં આ રેકોર્ડ જાય છે. હાલમાં ઓસ્ટ્રેલિયા અને ભારત બંને ટીમના ખાતામાં 26-26 સદી નોંધાઈ છે.

READ  VIDEO: રસોડા મુલાકાતના પરિપત્ર સામે હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશને નોંધાવ્યો વિરોધ

ક્રિકેટ વિશ્વ કપમાં સદી ફટકારવાની શરૂઆતની વાત કરીએ તો વિશ્વ કપમાં 1975માં રમાયેલા વિશ્વ કપના પ્રથમ દિવસે 2 મેચ રમાઈ હતી અને બંને મેચમાં સદી ફટકારી હતી. વિશ્વ કપમાં ભારતને પ્રથમ સદી માટે ત્રીજા વિશ્વ કપની રાહ જોવી પડી હતી. 1983ના વિશ્વ કપમાં કેપ્ટન કપિલદેવે ઝિમ્બાબ્વેની વિરૂધ્ધ 175 રન બનાવ્યા હતા. ભારત તરફથી બીજી સદી 1987ના વિશ્વ કપમાં સુનીલ ગાવસ્કરે ન્યૂઝીલેન્ડની વિરૂધ્ધ અણનમ 103 રન બનાવ્યા હતા. આ રીતે શરૂઆતના 4 વિશ્વ કપમાં ભારતના ખાતમાં માત્ર 2 સદી નોંધાઈ હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

વિશ્વ કપમાં ભારત તરફથી ત્રીજી સદી 1996માં ફટકારી હતી. સચિન તેંડુલકરે કટકમાં કેન્યાની વિરૂધ્ધ અણનમ 127 રન બનાવ્યા હતા. આજ વિશ્વ કપમાં સચિને બીજી સદી પણ બનાવી હતી. સચિન વિશ્વ કપમાં 2 સદી ફટકારનારા ભારતના પ્રથમ બેટસમેન પણ બન્યા. વિનોદ કાંબલીએ પણ આ વિશ્વ કપમાં સદી ફટકારી હતી. આ રીતે શરૂઆતના 6 વિશ્વ કપમાં ભારત તરફથી 5 સદી ફટકારવામાં આવી હતી.

READ  ગુજરાત બાદ મુંબઈમાં ડાયરામાં થયો નોટોનો વરસાદ જેનો સીધો ફાયદો થશે સૌરાષ્ટ્રમા

1999ના વિશ્વ કપમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. ટુર્નામેન્ટની શરૂઆતમાં 5 સદી ભારતીય બેટસમેનના નામે રહી જેમાં રાહુલ દ્રવિડ, સચિન તેંડુલકર, સૌરવ ગાંગૂલી અને અજય જાડેજાના નામે 1-1 સદી નોંધાઈ, આ વિશ્વ કપમાં 11માંથી 5 સદી ભારતીય બેટસમેનોના નામે રહી. 2003ના વિશ્વ કપમાં ભારત તરફથી 4 સદી નોંધાઈ.

જ્યારે 2007ના વિશ્વ કપમાં ભારત તરફથી માત્ર વિરેન્દ્ર સહેવાગ જ સદી ફટકારી શક્યા હતા. ત્યારબાદ 2011ના વિશ્વ કપમાં ભારત તરફથી 5 સદી નોંધાઈ. તેમાં 2 સદી સચિન તેંડુલકર દ્વારા અને તે સિવાય વિરેન્દ્ર સહેવાગ, વિરાટ કોહલી અને યુવરાજ સિંહ દ્વારા 1-1 સદી ફટકારવામાં આવી હતી.

READ  VIDEO: આતંકી હુમલાનું એલર્ટ, કચ્છ-જામનગરના સરહદી વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ

 

2015ના વિશ્વ કપમાં ઓસ્ટ્રેલિયાની ટીમ તરફથી 4 સદી ફટકારવામાં આવી હતી, જ્યારે ભારત તરફથી 5 સદી ફટકારવામાં આવી, આ રીતે છેલ્લા વિશ્વ કપ સુધી ઓસ્ટ્રેલિયાની કુલ સદી 26 થઈ અને ભારતની કુલ સદી 25 થઈ હતી.

આ પણ વાંચો: વિશ્વકપમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ખરાખરીનો જંગ જામશે, જાણો ભારત માટે શું છે પડકાર

2019ના વિશ્વ કપમાં ભારતીય ટીમની પ્રથમ મેચમાં જ રોહિત શર્માએ સદી ફટકારી હતી. તેથી હવે બંને ટીમમાં 26-26 સદી નોંધાઈ ચૂકી છે. હવે જોવાનું એ રહેશે કે આજની મેચમાં કઈ ટીમ તરફથી સદી ફટકારવામાં આવે છે અને આ વલ્ડૅ રેકોર્ડ કોના ખાતામાં જાય છે.

 

TV9Headlines @ 9 am : 22-02-2020| TV9News

FB Comments