એક સમયની ટોચની ઍરલાઈન કેમ 1 રૂપિયામાં વેચી રહી છે તેની 50 ટકા ભાગીદારી ?

એક સમયમાં દેશની ટોચની ઍરલાઈન કંપનીઓમાં રહેલી જેટ ઍરવેઝ હાલના સમયમાં દેવુ ભરવાની મુશ્કેલીમાં છે.

કંપની તેનો અડધો ભાગ 1 રૂપિયામાં વેચેવા જઈ રહી છે. કંપનીને લોન આપનાર ભારતીય સ્ટેટ બૅંકના નેતૃત્વવાળી સરકારી બૅંકોના જુથે કંપનીના 50.1% શેરોને 1 રૂપિયામાં લેવાની વાત કરી છે. આ સોદો કંપનીને આપેલી લોનને પુનર્ગઠન કરવા માટે છે.

લગભગ એક દાયકાથી દેશની ટોચની 3 ઍરલાઈનમાં સામેલ રહેલી જેટ ઍરવેઝને ટિકિટ એજન્ટ નરેશ ગોયલે શરૂ કરી હતી. આ કંપનીએ 1990ના દાયકામાં ઉડ્ડયન ક્ષેત્રમાં સરકારી કંપનીઓની ઈજારાશાહીને બંધ કરી હતી. હાલના સમયમાં આ કંપનીમાં 24% ભાગીદારી અબુ ધાબીની ઇતિહાદ ઍરવેઝની છે.

જેટ ઍરવેઝે ભારતના ઉડ્ડયન ક્ષેત્રમાં સસ્તી હવાઈયાત્રાની શરૂઆત કરી છે. પેટ્રોલ પર ભારે ટેકસ અને મુસાફરોને જમવાનું અને મનોરંજન પુરૂ પાડવા પર પ્રીમિયમ ચૂકવવામાં કંપનીની કમાણીમાં ઘટાડો થયો. જેટ ઍરવેઝે ઘણી સારી સુવિઘાઓ લોકોને મફતમાં આપી હતી. આ કારણે કંપની સતત દેવામાં ડુબતી રહી. જેટ ઍરવેઝમાં 23,000 લોકો કામ કરે છે. જો કંપની કોઈ રીતે બંધ થાય તો તેમાં કામ કરતા લોકો માટે મોટી મુશ્કેલી આવી શકે છે.

[yop_poll id=1609]

Valsad: Massive fire breaks out in a company at Gundlav GIDC- Tv9

FB Comments

TV9 Webdesk 9

Read Previous

ઘરમાં 7 આતંકીઓ છુપાયા હોવાની શંકાના આધારે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને સામે આવ્યું ઈન્ટરનેશનલ ‘ઠગ’ સેન્ટર

Read Next

વડોદરામાં બ્રાન્ડના નામે નકલી વસ્તુ આપીને લોકોને છેતરનારાં વેપારીની પોલીસે કરી ધરપકડ

WhatsApp chat