ભારતીય ટીમને વિશ્વ કપ માટે કોચ કરાવી રહ્યા છે ‘રાઉન્ડ ધ ક્લોક’ તૈયારીઓ, જુઓ VIDEO

ભારતીય ટીમના કેચ સારા માનવામાં આવે છે પણ ફિલ્ડિંગ કોચ આર.કે. શ્રીધર વલ્ડૅકપમાં સીધા થ્રોને અચુક બનાવવા માટે તેમાં સુધારો કરવા ઈચ્છે છે. રવીન્દ્ર જાડેજાને છોડીને ભારતીય ટીમના અન્ય ખેલાડીઓનો વિકેટ પર લગાવેલો નિશાનો સારો નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભારતીય ટીમ વલ્ડૅકપમાં તેમના અભિયાનની શરૂઆત 5 જૂને સાઉથેમ્પટનમાં કરશે. પહેલી મેચમાં ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામે ટકરાશે. શ્રીધરે હવે ‘રાઉન્ડ ધ ક્લોક’ તૈયારીઓ શરૂ કરી છે, જેમાં ફીલ્ડર 6 અલગ અલગ જગ્યાથી નોન સ્ટ્રાઈકર પર વિકેટ પર બોલ મારે છે.

 

READ  INDvsSA: ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમની નજર SAને ક્લીનસ્વીપ કરવા પર રહેશે, ત્યારે મેદાનમાં મહેન્દ્રસિંહ ધોની રહેશે હાજર

શ્રીધરે નેટ પ્રેક્ટિસ બાદ BCCIને કહ્યું કે આ પ્રેક્ટિસનો ઉદ્દેશ્ય સીધો હિટ કરવાનો હતો. અમારૂ ધ્યાન તેની પર હતું કે ખેલાડી અલગ અલગ જગ્યાએ નોન સ્ટ્રાઈકર પર અચૂક નિશાનો લગાવે, જેમાં ખેલાડીઓ 6 અલગ અલગ પોઝિશનથી 20 વખત સ્ટમ્પને હિટ કરવાનું હતું. પ્રેક્ટિસમાં બીજી મહત્વપૂર્ણ વાત એ છે કે કેપ્ટન વિરાટ કોહલી ઓફ સ્પિનની પ્રેક્ટિસ કરી રહ્યાં છે પણ બેટસમેનોને તેમનો સામનો કરવામાં કોઈ મુશ્કેલી થઈ નહતી.

READ  કાશ્મીર સિવાય ભારત-પાકિસ્તાન વચ્ચે આ 5 વિવાદો હજી સુધી છે અકબંધ, એક વિવાદનું ગુજરાત સાથે છે કનેક્શન

 

Oops, something went wrong.
FB Comments