અમેરિકા પણ મોદી સરકારના શાસનથી ખુશ, વડાપ્રધાન મોદીને સત્તામાં આવ્યા પછી ભારત સાથેના સંબંધોમાં સુધાર થયો

મોદી સરકારના કાર્યકાળ દરમિયાન ભારત અને અમેરિકાના સંબંધો સુધરી રહ્યા છે. ત્યારે ટ્રમ્પ સરકારે લોકસભાની ચૂંટણી પછી પણ બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂતી મળવાની આશા પણ વ્યક્ત કરી છે. અમેરિકાના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, બંને દેશો વચ્ચે સપ્ટેમ્બર મહિનામાં મળેલી 2+2 બેઠક ઘણી મહત્વની રહી છે.

અમેરિકાના અધિકારીઓએ મોદી સરકારના પાંચ વર્ષના શાસનની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે, મોદીએ સત્તા સંભાળ્યા પછી બંને દેશોના સંબંધોમાં યોગ્ય દિશામાં સુધારો જોવા મળ્યો છે. વડાપ્રધાન મોદીએ જૂન 2017માં વ્હાઇટ હાઉસમાં પ્રવાસ કર્યો હતો. તેમજ લોકસભા ચૂંટણી પછી પણ જે સરકાર આવશે તેની સાથે પણ આ જ ઉત્સાહ સાથે કામ કરતાં રહીશું.

આ પણ વાંચો : સામ પિત્રોડાના નિવેદન પર પીએમ મોદીએ કોંગ્રેસને આડે હાથે લીધું, ‘કોંગ્રેસે પાકિસ્તાન નેશનલ ડેની ઉજવણી કરવાનું શરૂ કરી દીધું છે’

ટ્રમ્પ સરકારની એવી ઈચ્છા છે કે, ભારત અને અમેરિકાના સંબંધ વધુ મજબૂત કરવા માટેના પ્રયત્નો કરવા માંગે છે. દુનિયામાં ભારત ખાસ કરીને પ્રશાંત ક્ષેત્રેમાં મજબૂત અને હકારાત્મક વલણ સાથે આગળળ વધી રહ્યું છે. જેનો ફાયદો સમગ્ર લોકોને થઇ રહ્યો છે.

A'bad:Case of doctor slapped by dead patient's kin in Civil hospital; Doctors call off their strike

FB Comments

TV9 Web Desk6

Read Previous

સામ પિત્રોડાના નિવેદન પર પીએમ મોદીએ કોંગ્રેસને આડે હાથે લીધું, ‘કોંગ્રેસે પાકિસ્તાન નેશનલ ડેની ઉજવણી કરવાનું શરૂ કરી દીધું છે’

Read Next

ગૌતમ ગંભીરે આજે ભાજપમાં પ્રવેશ મેળવ્યો છે ત્યારે આ અગાઉ ક્યા ક્રિકેટરોએ રાજકારણમાં પ્રવેશ મેળવ્યો છે અને હાલ તેમની શું છે સ્થિતિ ?

WhatsApp પર સમાચાર